Tuesday, May 26, 2026
HomeGujaratઅમદાવાદ: ‘લિફ્ટ અકસ્માત’ કેસમાં કોર્ટે પોલીસનો ઉધડો લીધો, ગુનાહિત મનુષ્ય વધની કલમ...

અમદાવાદ: ‘લિફ્ટ અકસ્માત’ કેસમાં કોર્ટે પોલીસનો ઉધડો લીધો, ગુનાહિત મનુષ્ય વધની કલમ મુજબ ચાર્જશીટ કેમ નહીં?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ગુલબાઇ ટેકરા વિસ્તારમાં થોડા સમય અગાઉ એક બિલ્ડીંગના બાંધકામ દરમિયાન એક લીફ્ટમાં અકસ્માત થયો હતો જેમાં 7 શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટને કોર્ટે ફગાવી દીધી છે. પોલીસ દ્વારા ગુનાહિત મનુષ્ય વધની કલમ હટાવીને અકસ્માત મોતની કલમ ઉમેરીને ચાર્જશીટ રજૂ કરી હતી, આ મુદ્દે કોર્ટે યુનિવર્સિટી પોલીસનો ઉધડો લીધો હતો.

ગુલબાઈ ટેકરા નજીક આવેલી એડોર એસ્પાયર નામની બિલ્ડીંગમાં એક અકસ્માત થયો હતો, જેમાં એક લિફ્ટ અકસ્માત દરમિયાન 7 શ્રમિકોનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ કોર્ટમાં પોલીસ દ્વારા ગુનાહિત મનુષ્ય વધની કલમ 304 હટાવીને અકસ્માત મોતની કલમ 304(એ) ઉમેરવાની અરજી કરી હતી. જેના ઉપર કોર્ટ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો તેમ છતાં પોલીસે કોર્ટમાં અકસ્માત મોતની કલમ 304(એ) મુજબ ચાર્જશીટ રજૂ કરી હતી જે કોર્ટે નામંજૂર કરી છે અને આરોપીઓની જમીન અરજી પણ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

- Advertisement -

કોર્ટે પોલીસનો ઉધડો લેતા કહ્યું હતું કે, “અકસ્માત મોતની કલમ ઉમેરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ છતાં પોલીસે આ કલમ મુજબ ચાર્જશીટ કેમ રજૂ કરી છે?” સામાન્ય રીતે જો ગુનાહિત મનુષ્ય વાદની કલમ મુજબ ગુનો સાબિત થાય તો આરોપીને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે જ્યારે અકસ્માત મોતના ગુનામાં માત્ર 2 વર્ષની જ સજાની જોગવાઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular