નવજીવન ન્યૂઝ. પાટણ: ઘણી વાર માતા-પિતા કામમાં વ્યસ્ત હોવાથી બાળકોનું ધ્યાન ન રાખતા બાળકોનું મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના પાટણ (Patan) જિલ્લાના હારીજમાંથી (Harij) સામે આવી છે. જેમાં ઘરમાં પાણીના સંગ્રહ માટે બનાવેલી અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી જતાં તેનું મૃત્યુ (Child Death) થયું છે. બાળક રમી રહ્યું હતું, તે દરમિયાન પાણીની ટાંકીમાં પડી ગયું હતું અને કોઈનું ધ્યાન ન હોવાને કારણે બાળક પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું.
ધટનાની વિગતો મુજબ, પાટણ જીલ્લાના હારીજ ગામમાં ધુનિયા વિસ્તારમાં ભીખુભાઈ ભરવાડનો દીકરો શિવમ ઘરના પ્રાંગણમાં રમી રહ્યો હતો, તે દરમિયાન તેની માતા રસોડામાં કામ કરી રહી હતી. બાળક રમતા-રમતા પ્રાંગણમાં આવેલી અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયું હતું, જેની માતાને ભનક પણ ન હતી. થોડા સમય બાદ શિવમ ક્યાય ન દેખાતા તેની માતાએ તેની શોધખોળ કરતાં તે ટાંકીમાં તરતો દેખાયો હતો. જેના કારણે માતાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.
એકત્રિત થયેલા લોકોએ શિવમને ટાંકીની બહાર કાઢ્યો અને હારીજ રેફરલ હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ હોસ્પીટલમાં ફરજ પર હજાર ડોક્ટરે શિવમને મૃત જાહેર કર્યો હતો. જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ઈનપુટ: તોફિક ઘાંચી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








