Thursday, April 23, 2026
HomeGujaratSuratજેલમાં બંધ પતિનો ડ્રગ્સનો કારોબાર સંભાળતી પત્ની ઝડપાઈ, સુરત SOGએ કરી ધરપકડ

જેલમાં બંધ પતિનો ડ્રગ્સનો કારોબાર સંભાળતી પત્ની ઝડપાઈ, સુરત SOGએ કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ “કોઈ ધંધા છોટા નહીં હોતા” ફિલ્મના આ ડાયલોગની જેવી જ કહાની સુરત (Surat) માં સામે આવી છે. અગાઉ ડ્રગ્સ માફિયા પતિ જેલ હવાલે થતાં ડ્રગ્સનો ધંધો પત્નીએ સંભાળી લીધો હતો. જોકે પત્ની પણ આ ધંધો વધારે ચલાવી ન શકી અને પોલીસ હાથે ઝડપાઈ ગઈ છે. સુરત SOGએ ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરના ઘરે દરોડો પાડીને 507 ગ્રામનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 50 લાખ જેટલી થાય છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ વેચનારા પેડલર્સ અને ડ્રગ્સ માફિયા સામે ગાળિયો કસીને જેલ હવાલે કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના યુવાનોને ડ્રગ્સના નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા લોકો ઉપર વૉચ ગોઠવી કામગીરી કરવામાં આવી રહી છે. SOGના પોલીસકર્મીએ માહિતીના આધારે ઈસ્માઈલ ગુજ્જરના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરમાંથી હિના નામની મહિલા પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા હિનાની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

મહત્વની વાત છે કે સુરતના રાંદેર વિસ્તારમાં કુખ્યાત ડ્રગ્સ ડિલર ઈસ્માઈલ ગુજ્જર ડ્રગ્સના કેસમાં જેલમાં હોવાના કારણે ડ્રગ્સનો કારોબાર તેની પત્ની હિના ચલાવતી હતી. હિનાએ ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવીને તેના ઘરમાં સંતાડીને રાખ્યો હતો. પોલીસે હિના પાસેથી 507 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 50,70,000 જેટલી થાય છે. પોલીસે કુલ રૂપિયા 51,30,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, પતિ ઈસ્માઈલ છેલ્લા આઠ મહિનાથી ડ્રગ્સના કેસમાં લાજપોર જેલમાં બંધ છે. જેથી પતિનો ડ્રગ્સનો કારોબાર હિના સંભાળતી હતી. હિના મુંબઈથી સાહિલ ગોસાઈ પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવી સુરતમાં ડિલિવરી કરતી હતી. પોલીસે બે આરોપીને વૉન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular