Wednesday, April 29, 2026
HomeGujaratSuratજેલમાંથી વચગાળા જામીન પર આવેલા MD ડ્રગ પેડલરની પોલીસે કરી ફિલ્મી સ્ટાઈલથી...

જેલમાંથી વચગાળા જામીન પર આવેલા MD ડ્રગ પેડલરની પોલીસે કરી ફિલ્મી સ્ટાઈલથી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી (Drug Trafficking) સતત વધી રહી છે. પોલીસ ડ્રગ્સ સપ્લાય કરનારા પેડલરોને ઝડપી લેવા અથાગ મહેનત કરે છે અને ડ્રગ્સ પેડલરોને (Drug peddler) જેલહવાલે કરતી હોય છે, પણ આ પેડલરો કોર્ટ દ્વારા વચગાળાના જામીન મેળવી બહાર આવતા હોય છે અને ત્યારબાદ ફરાર થઈ જતાં હોય છે. આવા જ એક આરોપી કે જે વચગાળા જામીન પર આવેલા MD ડ્રગ્સ પેડલરની પોલીસ (Surat Police) દ્વારા ફિલ્મી સ્ટાઈલે ધરપકડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2022માં સુરત એસઓજી દ્વારા સુરતના પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી 39 લાખ રૂપિયાના MD ડ્રગ્સ પેડલર ઈસ્માઈલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઈસ્માઈલની ધરપકડ બાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામા આવ્યો હતો. ઈસ્માઈલના જેલ ગયા બાદ તેની પત્ની હિનાએ પણ MD ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. બાદમાં એસોજીએ હિનાને પણ 50 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડીને જેલહવાલે કરી હતી. આરોપી ઈસ્માઈલે તેના બાળકોની સારવારને લઈ કોર્ટ પાસે વચગાળા જામીન માટે અરજી કરી હતી. કોર્ટે પણ માનવીય અભિગમ દાખવી આરોપીને વચગાળા જામીન પર છોડવા આદેશ કર્યો હતો. આરોપી ઈસ્માઈલના 22 જુલાઈથી 4 ઓગષ્ટ સુધીના વચગાળા જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. 4 ઓગષ્ટે જેલમાં હાજર થવાને બદલે આરોપી ઈસ્માઈલ ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

27 સપ્ટેમ્બરના રોજ આરોપીની પત્ની હિના પણ બે દિવસના વચગાળા જામીન પર બહાર આવી હતી. જોકે હિનાને પોલીસ જાપ્તા સાથે વચગાળા જામીન આપવામાં આવ્યા હતા. આરોપી તેની પત્ની હિના સાથે ફરાર થઈ જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે આરોપી ઈસ્માઈલ અને હિનાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. એસઓજીએ જે રીતે આરોપીને ઝડપી પાડ્યો છે તે દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયોમાં પોલીસ પોતાના જીવનને જોખમમાં મૂકી આરોપીને ઝડપી રહી હોય તે સ્પષ્ટ નજરે પડે છે. આરોપી પોલીસથી છૂટી જવા હવાતિયાં મારે છે પણ પોલીસ દ્વારા તેને ઝડપી લેવાય છે. પેરોલ જંપ આરોપીને ઝડપી પાડી પોલીસે આરોપીને સુરતની લાજપોર જેલહવાલે કરી દીધો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular