નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Police Help Student: ગુજરાતમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો (Board Exam) પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુઘી પહોંચવામાં મુશ્કેલી ન પડે અને ટ્રાફિકની સમસ્યના કારણે રસ્તામાં ક્યાંય અટવાય નહીં તે માટે સુરત ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સુરત પોલીસકર્મીએ પરીક્ષામાં મોડું થઈ ગયેલા વિદ્યાર્થીને (Surat Policeman Help Student) બાઈક પર બેસાડીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે એકશન પ્લાન ઘડ્યો હતો. સુરતમાં ઘણા વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. આ ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં મોડા ન પડે તે માટે ટ્રાફિક પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉપરાંત એક હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પરીક્ષાના પ્રથમ દિવસે શહેરના સરથાણા જકાતનાકા ખાતે લોક રક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયા ફરજ પર હતા તે દરમિયાન બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલો એક વિદ્યાર્થી દુઃખી થઈને ચાલતો જતો તેમને દેખાયો હતો.
આ પણ વાંચો: સુરતઃ બોર્ડની પરિક્ષામાં ટ્રાફિક પોલીસ આવી રીતે વિદ્યાર્થીઓને કરશે મદદ
પોલીસેકર્મી વિદ્યાર્થીની આંખમાં રહેલી મુઝવણ સમજી ગયો હતો અને તે પરીક્ષાર્થી હોવાનું અંદાજો આવતા તાત્કાલિક તેની સાથે વાત કરવા માટે પોલીસકર્મી પહોંચ્યો હતો. પોલીસકર્મીએ વિદ્યાર્થીની પુછપરછ જણાવ્યું હતું કે, મારું નામ માનવ કિશોરભાઈ દવે છે, અને તે ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યો છું, મારૂ પરીક્ષા કેન્દ્ર વરાછા ખાતે આવેલા કૌશલ વિદ્યાલય ખાતે છે, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડુ થઈ ગયું છે અને મારી પાસે રિક્ષા કરીને જવાના પૈસા નથી. જેથી ચાલતો ચાલતો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસકર્મીએ વિદ્યાર્થીની વ્યથા સાંભળતા થોડી પણ ક્ષણનો વિલંબ કર્યા વિના વિદ્યાર્થીને તરત બાઈક પર બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યો હતો. વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જતાં પરીક્ષા આપી શક્યો હતો. જો પોલીસકર્મી વિદ્યાર્થીની મુજવણને સમજી શક્યો ન હોત તો કદાચ બોર્ડની પ્રથમ પરીક્ષામાં જ વિદ્યાર્થી પહોંચી શક્યો ન હોત.
TAG: Surat News, Surat Police Help Student, Surat Traffic Police
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








