Sunday, April 19, 2026
HomeGujaratસુરતઃ સાયણ ગામે કૌટુંબિક ભત્રીજાએ અંગત અદાવતમાં મામાની હત્યા કરાવી રોકડ રકમની...

સુરતઃ સાયણ ગામે કૌટુંબિક ભત્રીજાએ અંગત અદાવતમાં મામાની હત્યા કરાવી રોકડ રકમની લૂંટ ચલાવી 

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરતઃ સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ ઉપર આવેલા કેશરીનંદન હનુમાનજી મંદિરના પરીસરમાં આવેલા રૂમમાં ત્રણ અજાણ્યા ઈસમોએ મંદિરના પુજારી છત્રપાલ ધનશ્યામ યાદવ (ગુરુમહારાજ રામરતનદાસ) (66) (રહે. કેશરીનંદર હનુમાનજી મંદિર સાયણ સુગર રોડ સાયણ તા ઓલપાડ જી સુરત) નાઓને કોઈ અગમ્ય કારણોસર મારમારી બન્ને પગ કપડા વડે બાંધી, કપડા વડે મોઢે ટુપો આપીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનના ગુનો નોંધાયો હતો.


સાયણ ગામની હદમાં કેશરીનંદન હનુમાનજી મંદિરના પરીસરમાં મંદિરના પુજારી છત્રપાલ ઘનશ્યામ યાદવની હત્યા તેના દુરના સબંધી દેવિસિંગ સુંદરલાલ રાજપુત( હાલ રહે.સાયણ તા.ઓલપાડ જી.સુરત)નાએ તેના સાગરીતો સાથે કરી હોવાની શંકાના આધારે દેવિસિંગ સુંદરલાલ રાજપુતને પોલીસે શોધી કાઢી પુછપરછ કરતાં પકડાયેલા આરોપી દેવિસિંગ સુંદરલાલ રાજપુતએ મરણજનારની હત્યા પોતાના મિત્ર ધર્મેશ શીતલાપ્રસાદ ગૌતમ તથા તેના માણસો અવિનાશકુમાર દિલીપસીંગ (રાજપુત), કાલીયા ઉર્ફે માલીયા, શીવમ મારફતે કરાવી હોવાની કબુલાત કરી હતી. જે હકીકતના આધારે ખુન કરનારા આરોપીઓને શોધી પુછપરથ કરતા પોતે ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે કાલીયા ઉર્ફે માલીયા (રહે.સુરત) અને શિવમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી પાસે મોબાઈલ નંગ 3, કિં.રૂ.4000/ રોકડા રૂપીયા કુલ્લ 12240/ મળી કુલ્લ મુદ્દામાલ કિં.રૂ.16240 / કબજે કર્યા હતા.

- Advertisement -

મરણજનાર છત્રપાલ ઘનશ્યામ યાદવ ઉપર આશરે બે માસ અગાઉ ગેરકાયદેસર હથીયાર અંગેનો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ થયો હતો. ગેરકાયદેસર હથીયાર અંગેની બાતમી પોલીસમાં આરોપી દેવિસિંગ સુંદરલાલ રાજપુતએ આપી હોવાનું મરણજનારને શંકા હોવાથી મરણજનાર આરોપી દેવિસીંગને અવાર નવાર ગાળો આપી, ઝઘડો કરી, મારી નાખવાની ધમકી આપતો હતો અને મરણજનાર ખુબજ ઝનુની સ્વભાવનો હોવાથી ગમે ત્યારે આ વાતની અદાવત રાખી પોતાની ઉપર હુમલો કરી શકવાની શંકાએ આરોપી દેવિસીંગ રાજપુતનાએ પોતાના મિત્ર સાથે મળી હત્યા કરાવી નાખવાનુ નક્કી કર્યું હતું. રાજ હોટલ નજીક આરોપી દેવિસીંગ, ધર્મેશ અને તેના સાગરીતો ભેગા થયેલા અને ત્યાંથી પ્લાન બનાવી તમામ આરોપીઓ રાત્રીના સમયે મરણજનારના રૂમ ઉપર જઈ હત્યાને અંજામ આપ્યો હતો ઉપરાંત રોકડા રૂ.90000/- મળી આવતા તે પણ લઈ લીધા હતા.

(ખુન કરનારા પકડાયેલ આરોપી)
(1) દૈવિસિંગ સુંદરલાલ રાજપુત (52) (ધંધી- સેક્યુરીટી ફીલ્ડ ઓફીસર હાલ રહે.હાલ B/107 અનુપમ એપાર્ટમેન્ટ સાયણ સુગર રોડ સાયણ ગામ તા.ઓલપાડ જી.સુરત મુળ.ગોહાની (પનવારી) થાના-મજગવા તા.રાશ જિ.હમીરપુર (ઉત્તરપ્રદેશ)
(2) ધર્મેશભાઇ શીતલાપ્રસાદ ગૌતમ (19) ( ધંધો- રી.ફા. રહે.હાલ ધર નં,82, મણીપરસોત્તમ સોસાયટી, સાપરાબાઠા, વરીયાવ, સુરત શહેર મુળ ખેતલપુરગામ ઓગાપુર,બજાર પોસ્ટ-અવરાઇ જી મીર્જાપુર(યુ.પી.)
(3) અવિનાશકુમાર દિલીપસીંગ સીંગ (રાજપુત) (26) ધંધો- મજુરી (રહે.ગજેરા સ્કુલની બાજુમાં આવેલ શૌચાલયમાં, નવી જી.આઈ.ડી.સી,કતારગામ, સુરત શહેર મુળ રહે.ચક્રયાઝ ગામ, પચર્મેયા વોર્ડ નં.૧૧,પોસ્ટ-મહનાર, યાના દેસરી, તા.દેસરી જી.વૈશાલી, (બીહાર)

આભારસઃ દિલીપ ચાવડા

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular