નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરત દિવસેને દિવસે બિહાર જેવું બની રહ્યું હોય તે પ્રકારે ગુના આચરવામાં આવી રહ્યા છે, અસામાજીકતત્વોને જાણે પોલીસ અને કાયદાની કોઈ બીક જ ન હોય તે રીતે ધોળા દિવસે ગુના આચરવામાં આવી રહ્યા છે. આજે સુરતમાં એક યુવકને ત્રણ જેટલા લોકોએ માર મારીને બળજબરીપુર્વક કારની ડેકીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા. સમગ્ર મામલાનો સી.સી.ટી.વી સામે આવ્યા છે.
સુરતમાં યુવકને કારની ડેકીમાં નાખીને ઉપાડી ગયા, ધોળાં દિવસે થઈ બિહારવાળી #surat #suratpolice pic.twitter.com/PzE5cc5cgD
— Navajivan News (@NavajivanNews) June 15, 2022
માહિતી અનુસાર, અપહરણ કરાયેલો યુવક ટ્રક ડ્રાઈવર છે. જ્યારે ટ્રક ડ્રાઈવર રાજપીપળાના બોધેલીથી રેતી ભરેલી ટ્રક લઈને આવી રહ્યો હતો તે સમયે ડ્રાઈવરને છેલ્લા 6 મહિનાનો પગાર ન મળતા ડ્રાઇવરે રાજપીપળા હાઈ-વે પર ટ્રક અટકાવીને સાઈડમાં ઉભી રાખી દીધી. ટ્રક માલીકને ડ્રાઈવરની કરતુત પસંદ ન આવતા, વિજય નાગેશ્રી નામના ટ્રક માલિકે તેના બે સાગરીતો સાથે મળીને ડ્રાઈવરનું ધોળા દિવસે અપહરણ કર્યું. અપહરણ કરતી વેળાએ આરોપીઓએ ડ્રાઈવરને માર પણ માર્યો છે. બાદમાં તેને જબરદસ્તીથી કારની ડેકીમાં બેસાડી દીધો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ- Advertisement -
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











