નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં થયેલી બેન્ક લૂંટના સીસીટીવી ઉપરાંતના પુરાવાઓ હાથ લાગ્યા છે. આ લૂંટમાં વપરાયેલી સાયકલ પણ ત્રણેક કિલોમીટર દુર ખેતરમાં પાર્ક કરેલી મળી આવી છે. ઘટના એવી હતી કે સોમવારે સાંજે 4 વાગ્યે કડોદરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ડુપ્લીકેટ બંદૂક સાથે એક લૂંટારુ ઘૂસી આવ્યો હતો અને 4 કર્મચારીઓને બાનમાં લઈ માત્ર 4 જ મિનિટમાં 6.83 લાખની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જતા જતાં બેન્કના મેઈન ડોરને તાળુ પણ મારી ગયો હતો.
બનાવ સંદર્ભે પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી અને સીસીટીવી તપાસ્યા હતા. પોલીસની વધારાની તપાસમાં સામે આવ્યું કે લૂંટારું પહેલા રિક્ષા પછી સાયકલ લઈને ભાગ્યો હતો. સાયકલમાં તેણે ત્રણેક કિલોમિટર દુર સુધી ચલાવી હલધરું ગામના રસ્તા તરફ સાયકલ ખેતરમાં મુકી ચાલતો ફરાર થઈ ગયો હતો.
કડોદરા ખાતે ધોળાદિવસે બેન્કમાં નકલી બંદૂક સાથે અને સાયકલ પર ફરાર થયાની વાતે ભારે અચરજ પમાડ્યું છે. જોકે સીસીટીવી અને અન્ય કેટલાક પુરાવાઓ પોલીસને ટુંક સમયમાં આરોપી સુધી પહોંચાડી દે તો નવાઈ નહીં. કારણ કે સીસીટીવી ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે લૂંટ પછી શખ્સ વામદોત પેટ્રોલ પંપથી કડોદરા ક્રોસ રોડ પરની ચામુંડા હોટલ સામેથી દોડતો રોડ ક્રોસ કરી બારડોલી તરફ રિક્ષામાં બેસી જતો હતો. હલધરુ ગામના પાટિયા પાસે તે ઉતર્યો અને ત્યાં રહેલી સાયકલ પર તે ગામના રસ્તા તરફ અંદાજે ત્રણેક કિલોમીટર પછી આવતી આરાધના સોસાયટીની પાછળના ભાગે ગયો અને ત્યાં પ્રેમદ્વાર સોસાયટી છે ત્યાં ગેટમાંથી સોસાયટીમાં પ્રવેશી સોસાયટીને અડીને આવેલા ખેતરમાં સાયકલ નાખી થોડે દૂર પહેરેલી ટીશર્ટ કાઢી ખેતરમાં ફેંકી દીધી અને ચાલતો ફરાર થઈ ગયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











