Saturday, May 18, 2024
HomeGujaratસુરતમાં 4 વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોઈ રહી હતી અને ગાયબ...

સુરતમાં 4 વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોઈ રહી હતી અને ગાયબ થઈ ગઈઃ DCP વિધી ચૌધરી કઈ રીતે આરોપી સુધી પહોંચ્યા જાણો

- Advertisement -

ભાગ-2 : ભારત સરકાર દ્વારા સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન માટે ભારતના પોલીસ અધિકારીઓને ખાસ સન્માન આપવામાં આવે છે, આ ખાસ સન્માન પ્રાપ્ત કરનારમાં સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર વિધી ચૌધરીનો પણ સમાવેશ થાય છે, ગત વર્ષે સુરતના સચિન વિસ્તારમાં સાંજના સુમારે પોતાના પિતા સાથે રામલીવા જોવા નિકળેલી બાળકી અને તેના પિતા રામલીલા જોવામાં મશગુલ હતા. અચાનક પિતાને ખ્યાલ આવે છે કે પોતાની આંગળી પકડી ઉભી રહેલી બાળકી તેમની પાસે નથી, રામલીલા જોવા આવેલી ભીડમાં પિતા વ્યાકુળ બની પોતાની ફુલ જેવી બાળકીની શોધ શરૂ કરે છે, પહેલા તબ્બકે તો તેઓ માને છે બાળકી ખોવાઈ ગઈ છે પણ ખુબ શોધખોળના અંતે જયારે બાળકી મળતી નથી ત્યારે પિતાને ફાળ પડે છે બાળકીને કોઈ ઉપાડી ગયુ છે.



બાળકીના પિતા પોલીસ સ્ટેશન પહોંચે છે, પોલીસ બાળકી ગુમ થવાની ફરિયાદ નોંધે છે. પોલીસ ફરિયાદ નોંધાવી આખી રાત પિતા અને પરિવારજનોવ બાળકની શોધ કરે છે પણ છેક વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે નજીકમાં આવેલી વેરાન જગ્યામાં બાળકી કણસતી હાલતમાં મળી આવે છે,. બાળકની સ્થિતિ જોઈ પિતા ભાંગી પડે છે, જો કે તેમને બાળકી સાથે ઘટેલી ઘટનાનો અંદાજ આવતો નથી, આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવે છે, અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા સિનિયર પોલીસ અધિકારીઓ સહિત ડીસીપી વિધી ચૌધરીને પણ જાણ કરવામાં આવે છે.

બાળકી અને તેના પિતા ગરીબ હતા, સામાન્ય સંજોગોમાં ગરીબની તપાસ પણ ગરીબ જેવી જ થાય છે આપણા દેશની કમનસીબી એવી છે કે ઘટના દેશમાં કયાં અને કોની સાથે બની છે તેના આધારે મિડીયા અને પોલીસ વ્યવહાર કરતી હોય છે,. જો દેશના મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરમાં ક્રાઈમ ઘટે તો પોલીસ અને મિડીયા માટે મોટી ઘટના બને છે, પરંતુ નાના ટાઉન અને ગરીબ સાથે કઈ ઘટે તો ઘટનાની તીવ્રતા ઘટી જાય છે.પરંતુ આ મામલે ડીસીપી વિધી ચૌધરીની ભુમીકા સંવેદનશીલ હતી, તેમણે પોતાના સ્ટાફને બોલાવી સુચના આપી કે તપાસમાં કોઈ ચુક થવી જોઈએ નહીં.

- Advertisement -

સૌથી પહેલા વિધી ચૌધરીએ બાળકીને મળવાનો નિર્ણય કર્યો, પરંતુ વિધી ચૌધરી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને આધાત લાગ્યો કારણ મેડીકલ રીપોર્ટ પ્રમાણે બાળકી સાથે દુશ્કર્મ થયુ હતું, હજી માંડ પોતાને સંભાળી શકે તેવી બાળકી સાથે હેવાનીયત આચરવામાં આવી હતી, વિધી ચૌધરીએ બાળકી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકીની સ્થિતિ યોગ્ય ન્હોતી, બાળકી પોલીસના પ્રશ્નનો ઉત્તર આપી શકતી ન્હોતી, એટલે આરોપી કોણ છે, કોઈ પરિચીત વ્યકિત છે કે અજાણ્યો તે નક્કી કરવુ મુશ્કેલ હતું વિધી ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી તેમને કામ સોંપ્યુ એક ટીમને સમગ્ર વિસ્તારમાં આવેલા સીસી ટીવી ચેક કરવાનું કામ સોંપ્યુ, આ વિસ્તારમાં કુલ ચાલીસ કેમેરા હતા, પોલીસ એક એક કેમેરાની મુવમેન્ટ ચેક કરી રહી હતી, પણ નિરાશા સાંપડી, કોઈ એવી કડી મળી નહીં પણ ખુબ મહેનતના અંતે એક યુવાન બાળકી સાથે દેખાય છે. પણ રાતનો સમય હતો અને પિકચર બહુ ધુંધળુ હતું,. યુવકનો ચહેરો એકદમ અસ્પષ્ટ હતો.



છતાં નિરાશ થઈ ચાલે તેમ ન્હોતુ, બીજી ટીમે આ વિસ્તારની શાળામાં ભણતા બાળકોની પુછપરછ શરૂ કરી લગભગ સાડા ત્રણ હજાર બાળકોની પુછપરછ કરી,.આ વિસ્તારમાં 90 હજાર મજુરો કામ કરે છે પોલીસે એક એક મજુરને તપાસ્યા 418 મહિલાઓને પણ પોલીસ મળી પણ કોઈ ફળદાઈ માહિતી હાથ લાગી નહીં આ દરમિયાન ફુટેઝમાં દેખાતો યુવાન અને એક વ્યકિત સાથે વાત કરે છે તેવુ પીકચર પોલીસને હાથ લાગ્યુ, પોલીસે આરોપીને શોધવાનો બાજુ ઉપર રાખી યુવક સાથે વાત કરી રહેલી વ્યકિતને શોધવા ઉપર ધ્યાન ફોકસ કર્યુ અને તે વ્યકિત મળી આવ્યો, પોલીસે તે વ્યકિતને ફુટેઝ બતાડયા, તેની સાથે વાત કરી રહેલી વ્યકિત કોણ છે તેવુ પુછયુ પહેલા તો તે ફુટેઝના આધારે ઓળખી શકયો નહીં કારણ ચહેરો અસ્પષ્ટ હતો પણ યુવકની ચાલને આધારે તેણે કહ્યુ આ તો શશીકાંત ભંડ છે.

આમ શશીકાંતનું નામ પહેલી વખત પોલીસ સામે આવ્યુ, સુરત પોલીસે સચિન વિસ્તારમાંથી શશીકાંતને શોધી કાઢયો, પહેલા તો તેણે પોતાનો ગુનો કબુલ કર્યો નહીં, પરંતુ તેના કપડાની ફોરેનસીક તપાસમાં બહાર આવ્યુ કે દુષ્કર્મ તેણે કર્યુ છે પછી શશીકાંત પોલીસનો સામનો કરી શકયો નહીં, તેણે રામલીલામાંથી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યુ હોવાની કબુલાત કરી, અને ફોરેનસીક પુરાવાઓ સાથે સુરત પોલીસે માત્ર વીસ જ દિવસમાં શશીકાંત સામે ચાર્જશીટ રજુ કરી દીધુ, જો કે હાલમાં કોરાનાને કારણે ટ્રાયલ શરૂ થઈ નથી, પરંતુ ત્વરીત તપાસ કરી આરોપીને શોધી વીસ જ દિવસમાં ચાર્જશીટ કરવાની કામગીરીની ભારત સરકારે સરાહના કરી ડીસીપી વિધી ચૌધરીને ખાસ સન્માન આપવાની જાહેરાંત કરી છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular