Saturday, May 4, 2024
HomeGujaratઅમદાવાદમાં લતીફે દાઉદ પર કર્યું હતું ફાયરિંગ:પણ પછી લતીફનું જીવવું હેરાન થઈ...

અમદાવાદમાં લતીફે દાઉદ પર કર્યું હતું ફાયરિંગ:પણ પછી લતીફનું જીવવું હેરાન થઈ ગયુ હતુ

- Advertisement -

લતીફ ભાગ-4:  લતીફ (Latif) ની તાકાત વધી રહી હતી. તેનું દારૂનું સામ્રાજ્ય આખા અમદાવાદ ઉપર વિસ્તરી રહ્યુ હતું. હવે તેણે અમદાવાદ (Ahmedabad) બહારના બુટલેગરોને પણ દારૂ સપ્લાય કરવાની શરૂઆત કરી. જે વાત પપ્પુખાન (Pappukhan) ને ખટકી રહી હતી. દુશ્મની હવે બંન્ને તરફ સળગી હતી. એકબીજાના સામ્રાજ્યને ખતમ કરવા માટે બંન્ને તલપાપડ હતા. ત્યારે મોબાઈલ ફોન (Mobile Phone) ન્હોતા છતાં બંન્ને પાસે એકબીજાની બારીક માહિત રહેતી હતી.

લતીફે પપ્પુખાન (Pappukhan) નાં માણસો ફોડી તેની માહિતી મેળવવાની શરૂઆત કરી હતી. તેવી જ રીતે પપ્પુખાન (Pappukhan) પાસે પણ લતીફ (Latif)ની નાની નાની માહિતી રહેતી હતી. લતીફ જમવા બેસે ત્યારે તેના લેન્ડલાઈન ઉપર ફોન કરી પપ્પુ (Pappu) કહેતો કે તારી થાળીમાં અત્યારે શું છે. એક દિવસ એવું બન્યુ કે લતીફે એક ભઠીયારા પાસે પોતાના અને ગેંગના માણસો માટે જમવાનું મંગાવ્યુ હતું. મોટા મોટા ટીફીનો ટેબલ ઉપર લાગી ગયા હતા, ત્યારે એક માણસે લતીફને ફોન કરી જાણ કરી કે જમતા નહીં. ટીફીનમાં ઝેર ભેળવ્યું છે. લતીફ સ્તબ્ધ થઈ ગયો, કારણ વાત થોડીક ક્ષણોની જ હતી. લતીફની થાળી પરિસાઈ ગઈ હતી અને તેના હાથમાં કોળીયો હતો. તે હજી તેના મોંઢા પાસે જાય તે પહેલા કોઈ અજાણ્યા મદદગારે ફોન કરી લતીફ (Latif) અને તેના ગેંગના માણસોનો જીવ બચાવી લીધો હતો. ફોન કરનાર કોણ હતો તેની કોઈને ખબર ન્હોતી, પણ ઝેર કોણ ભેળવી શકે તેની તપાસ શરૂ થઈ ગઈ, કોઈ ચોક્કસ માહિતી ન્હોતી પણ લતીફને શંકા હતી કે આ કામ પપ્પુખાન (Pappukhan) સિવાય કોઈ કરી શકે નહીં. તેના કારણે હવે લતીફ પણ પપ્પુખાનનો જીવ લેવા માટે મરણીયો બન્યો હતો.



લતીફ (Latif) પાસે હવે આલમઝેબ સિવાય કોઈ ચારો ન્હોતો. બહુ ઓછા લોકોને ખબર છે કે દાઉદ ઈબ્રાહીમ ( Dawood Ibrahim) અમદાવાદની સાબરમતી જેલમાં (Ahmedabad Sabarmati Jail) રહ્યો હતો. ઇ.સ. 1982ની વાત છે. દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) સોના-ચાંદીની દાણચોરી કરતો હતો અને અમદાવાદના જ અનેક સોનીઓને દાણચોરીનું સોનું વેચતો હતો. આ કેસમાં કસ્ટમ દ્વારા એક સોનીની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં દાઉદનું નામ ખુલતા કસ્ટમ દ્વારા દાઉદની દાણ ચોરી અટકાવવાના કાયદા કાફેપોસા હેઠળ ધરપકડ કરી તેને સાબરમતી જેલ (Sabarmati Jail) માં રાખ્યો હતો. લતીફે આલમઝેબ સાથે હાથ મીલાવ્યા પછી પહેલી વખત લતીફ(Latif)ની પરિક્ષા થવાની હતી. લતીફને સુચના મળી હતી કે પોલીસ કાફેપોસાના કેસમાં દાઉદને લઈ કોર્ટમાં આવવાની છે. ત્યારે કોર્ટ અમદાવાદ-ગાંધીનગર હાઈવે (Ahmedabad-Gandhinagar Highway) ઉપર નારોલ વિસ્તારમાં આવેલી હતી. કોર્ટ પાસે એક બોમ્બે હોટલ (Bombay Hotel) હતી. ત્યાં પોલીસ અને જેલમાંથી લાવવામાં આવતા કેદીઓ વચ્ચે બહુ મોટા સોદાઓ થતાં હતા.

- Advertisement -

પૈસાદાર કેદીઓ જાપ્તામાં આવનાર પોલીસને બોમ્બે હોટલ (Bombay Hotel) ની પ્રખ્યાત ચીકન ખવડાવતા હતાં અને કેદીઓ પોલીસ ખુશ થાય એટલા પૈસા પણ તેમના ખીસ્સામાં મુકી દેતા હતા. ત્યાર બાદ કેદી ઈચ્છે તેવી સગવડ કેદીને મળી જતી હતી. તે દિવસ પણ એવુ જ બન્યું. દાઉદને લઈ પોલીસ પાર્ટી સાબરમતી જેલમાંથી નારોલ કોર્ટમાં આવી. કોર્ટ મુદત બાદ જાપ્તાને ખુશ કરી દેવામાં આવ્યો. ત્યારે જ એક એમઆરબી MRB નામની ફિયાટ કાર આવી તેમાં એક સોની, દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) અને એક સબઈન્સપેક્ટર ગોઠવાઈ ગયા. તેઓ આ ફિયાટમાં પાછા જવાના તો સાબરમતી જેલ (Sabarmati Jail) જ હતાં પણ દાઉદને ત્યાં આવી તેની કારમાં ગોઠવાઈ ગયેલા સોની સાથે કેટલીક ધંધાની વાત કરવી હતી. કાર જમાલપુર થઈ જમાલપુર પગથીયા પાસે પહોંચી ત્યારે એક લીલા કલરની કાર આ ફિયાટનો ઈંતઝાર કરતી હતી. જેવી દાઉદની ફિયાટ કાર નજીક આવી તેની સાથે એમ્બેસેડર પાસે ઊભી રહેલી બે વ્યક્તિઓએ ફિયાટ કારની પાછળની સીટ ઉપર ગોળીબાર કર્યો અને એમ્બેસેડર કાર ત્યાંથી નિકળી ગઈ.



લીલી એમ્બેસડર (Green Ambassador) કાર ભાગી છુટી તેમાં બીજુ કોઈ નહીં પણ લતીફ (Latif) અને કૈલાશ જૈન (Kailash Jain) હતાં. તેઓ માની રહ્યા હતા કે દાઉદનું કામ તમામ થઈ ગયું. પણ દાઉદ નસિબનો બળીયો હતો. જેવી પહેલી ગોળી છુટવાનો અવાજ આવ્યો તેની સાથે તે સીટની તરફ માથુ નીચે કરી બેસી ગયો હતો. તેના કારણે તેને એક પણ ગોળી વાગી ન્હોતી, પણ તેની સાથે રહેલા સોનીને ગોળી વાગી હતી.

દાઉદ ઉપર ગોળીબારના સમાચાર મળતા પોલીસનો કાફલો જમાલપુર દોડી આવ્યો હતો. પણ ત્યારે પોલીસને મન દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) એક દાણચોર જ હતો. તેમને ખબર ન્હોતી કે આ જ દાઉદને એક દિવસ દેશભરની પોલીસ શોધતી હશે. દાઉદ ઉપર ગોળીબાર કરી લતીફને ગેંગસ્ટર તરીકે પોલીસના ચોપડે નામ નોંધાવી દીધુ હતું. એક બુટલેગર હવે ગેંગસ્ટર (Ganster) થવા તરફ આગળ વધી રહ્યો હતો. સાથે જ લતીફે દાઉદ ઉપર ગોળી છોડી પોતાની તાકાત અને કદનું પ્રથમ સેમ્પલ દાઉદને મોકલી આપ્યુ હતું. દાઉદ બચી ગયો તેના કારણે હવે આલમઝેબ અને લતીફ બંન્ને માથે ખતરો વધી ગયો હતો.

(ક્રમશ:)

- Advertisement -



PART – 3 | લતીફ ધનના ઢગલા ઉપર બેઠો હતો, તેણે દાઉદને પડકારવાની હિંમત કરી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular