નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: ગુજરાતમાં વધુ એક યુવતીને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં (Surat) એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં (Girl into Love Trap) યુવકે તેના મિત્ર સાથે મળીને યુવતી સાથે છેતરપિંડી (Fraud) કરી, બંને મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ (Rape) આચર્યું અને બાદમાં યુવતીના ન્યુડ ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા હતા. આ બંને યુવકોએ યુવતીને ધમકાવીને સોના-ચાંદીના દાગીના અને લાખો રૂપિયા પડાવી લીધા હતા.
અવાર-નવાર આવી બ્લેકમેલની ઘટનાથી કંટાળીને યુવતીએ આખી વાત પોતાના પરિવારજનોને કરી હતી, ત્યાર બાદ પરિવાર દ્વારા બંને વ્યક્તિઓ સામે સરથાણા પોલીસ (Sarthana Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે પણ ગુનાની ગંભીરતા સમજીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, સુરતની આ યુવતી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેની કોલેજમાં જ અભ્યાસ કરતો ઝીલ નામનો એક યુવક તેના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ યુવકે યુવતીની લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. યુવકે યુવતીને હોટલ રૂમમાં બોલાવી અને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેણે યુવતીના ન્યુડ ફોટા અને વીડિયો લઈ લીધા હતા. બાદમાં આ યુવક યુવતીને ન્યુડ ફોટા અને વીડિયો યુવતીના માતા-પિતાને બતાવી દેવાની ધમકી આપતો હતો.
અવાર-નવાર આવી રીતે ધમકી આપીને આ યુવકે યુવતી પાસેથી 7 લાખ રૂપિયા રોકડા અને 8 તોલાના દાગીના પડાવ્યા હતા. આ યુવકે ફેનિલ નામના તેના મિત્રને પણ આ યુવતીના ફોટા અને વીડિયો આપ્યા હતા, ત્યાર બાદ ફેનિલે પણ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું અને યુવતી સાથે દુષ્કર્મ આચારીને 40-50 હજાર પડાવ્યા હતા.
આ બંને યુવકો યુવતી પાસે અવાર-નવાર શારીરિક અને આર્થિક માગણીઓ કરતાં હતા, ત્યાર બાદ આ યુવતીએ કંટાળીને પોતાના પરિવારને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરિવારને જાણ થતાં જ યુવતીના પરિવારજનોએ તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં આ બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ બંને યુવકોની ધરપકડ કરી લીધી છે અને આગળની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








