Friday, June 5, 2026
HomeGujaratSuratસુરતમાં મામાએ ભાણીને બનાવી હવસનો શિકાર, ભાંડો ફૂટ્યા બાદ પણ ન અટક્યો

સુરતમાં મામાએ ભાણીને બનાવી હવસનો શિકાર, ભાંડો ફૂટ્યા બાદ પણ ન અટક્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) એક પરણિત યુવાનની હેવાનીયનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. આ પરણિત યુવકે તેની સાવકી ભાણીને જ લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે આટલેથી વાત ન અટકતા મામાએ ભાણીના નિર્વસ્ત્ર ફોટો પાડી ધમકીઓ પણ આપી હતી. યુવકની પત્નીએ જ ફાંડો જ ફોડતા મામલો બહાર આવ્યો હતો. સમગ્ર મામલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં (Olpad Police Station) ફરિયાદ નોંધાતા નરાધમ મામાની પોલીસ ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ઓલપાડ તાલુકાના દેલાસા ગામના આહિર ફળિયામાં રહેતા ૩૨ વર્ષીય પરણિત નિકુંજ અમરત પટેલ કે જે ભોગ બનનાર યુવતીનો પારિવારિક સાવકો મામા થાય છે. તેણે ઓલપાડ તાલુકાની દરિયાઈ કાંઠાપટ્ટીનાં છેવાડાનાં એક ગામમાં રહેતી ૨૪ વર્ષની ભાણીને છેલ્લા ત્રણ વર્ષ અગાઉ લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. જેથી પારિવારિક મામા-ભાણેજ બંન્ને હાલમાં ઓલપાડ ટાઉનમાં રૂમ ભાડેથી રાખીને રહેતા હતા.

- Advertisement -

જો કે આ હવસખોર નિકુંજ પટેલે ભાણેજને અંધારામાં રાખી એક વર્ષ અગાઉ અન્ય એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ હવસખોર નિકુંજ પટેલ બંન્ને યુવતીઓ સાથે શરીર સબંધ રાખતો હતો જે બાબતે બંન્ને યુવતીઓ બિલકુલ અજાણ હતી. જોકે ગત અઠવાડિયા અગાઉ નિકુંજની પત્નીને આ બાબતની જાણ થઈ જતા તે ઓલપાડ ટાઉનમાં રહેતી નિકુંજની ભાણેજ પાસે ગઈ હતી અને તું મારા પતિ સાથે કેમ રહે છે? એવું કહી ઝઘડો કરતા નિકુંજનો ભાંડો ફૂટ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનનાર ભાણેજને થતા તેણી પોતાના પરિવાર સાથે ઘરે જવા માંગતી હતી. પરંતુ નિકુંજ તેણીને ઘરે મોકલી દેવાના બદલે તેને રૂમમાં ગોંધી રાખી હતી અને વારંવાર બળાત્કાર ગુજારી હેવાનીયતની અંતિમ હદ પાર કરી અત્યાચાર ગુજાર્યો હતો. જો કે ભોગ બનનારી યુવતીની હાલત વધુ ખરાબ થતા આખરે તેણીને ગત સોમવાર, તા.૧૫ના રોજ સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં યુવતીની ગંભીર હાલત જોઈને તબીબીએ આ મામલાની ગંભીરતા લઈને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર ચૌહાણ હોસ્પિટલ પહોંચતા યુવતીએ નરાધમ નિકુંજએ તેની સાથે કરેલા કૃત્યની આપવીતી જણાવી નિકુંજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ ગણતરીના કલાકોમાં જ નિકુંજને દબોચીને જેલ હવાલે કર્યો હતો.

આ નરાધામ મામો સાવકી ભાણી સાથે છેલ્લા ત્રણ વર્ષ સુધી તો શરીર સુખ માણતો રહ્યો. પરંતુ ભાંડો ફૂટી ગયા પછી પણ મામાએ ગત તા.૦૬ મે થી તા.૦૮ સુધી તેણીને ગાળો ભાંડી વાયર વડે શરીરના જુદા-જુદા ભાગે ઢોર માર માર્યો હતો. ઉપરાંત આ હવસખોરે તેણીના ગુપ્ત ભાગે મરચાંની ભુકી લગાડી તેના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. સાથે જ યુવતીના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂમમાં ગોંધી દીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણીની ઇચ્છા ન હોવા છતા તેની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

- Advertisement -

(માહિતી સંકલનઃ દિલીપ ચાવડા, સુરત)

TAG: Surat Crime News in Gujarati

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular