નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ આર.બી.આઈ. દ્વારા મહત્વનો નિર્ણય લઈ રૂપિયા 2 હજારની નોટ પરત ખેંચવામાં આવી છે. નોટ પરત ખેંચવાના નિર્ણય સાથે જ આર.બી.આઈ.એ બેંકોને પણ હવેથી 2 હજારની નોટ ગ્રાહકોને નહીં આપવા જણાવી દીધું છે. સાથે જ નાગરિકોને પણ 2 હજારની નોટ બેંકમાં જમા કરી દેવા અથવા એક્સચેન્જ કરવા માટે ભલામણ કરી દેવામાં આવી છે. નાગરિકોને બેંકમાં 2 હજારની નોટ જમા કરવા માટે નિયત સમય મર્યાદા પણ આપવામાં આવી છે જ્યારે એક્સચેન્જ કરવા માટે રૂપિયા 20 હજારની મર્યાદા નિયત કરવામાં આવી છે. ટૂંકમાં એક સાથે 20 હજારથી વધુ રકમની 2 હજારની નોટ એક્સચેન્જ કરી શકાશે નહીં.

RBIએ રૂપિયા 2000ની ચલણી નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. આગામી ટૂંક સમયમાં RBI દેશભરમાંથી 2000 રૂપિયાની નોટને પાછી ખેંચશે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં જાહેર કરવામાં આવી હતી. બે હજાર રૂપિયાની નોટ આરબીઆઈ એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો જાહેર કરવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








