Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadતમારી કારમાં બ્લેક ફિલ્મ હોય તો ચેતજો, અમદાવાદ પોલીસે એક દિવસ વસૂલ્યો...

તમારી કારમાં બ્લેક ફિલ્મ હોય તો ચેતજો, અમદાવાદ પોલીસે એક દિવસ વસૂલ્યો અધધ રૂપિયાનો દંડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમો તોડતા અટકાવવા અને જાગૃત કરવા સમાયંતરે અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્ઘારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકો ટ્રાફિક નિયમોને લઈ સક્રિય થાય અને ચુસ્તપણે નિયમોનું પાલન કરે તે ઉદ્દેશ્ય સાથે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ યોજતી હોય છે. છેલ્લા થોડા દિવસથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્ઘારા ફેન્સી નંબર પ્લેટ (fancy Number plate) અને કારમાં ગેરકાયેદસર લગાવમાં આવેલા કાળા કલરની ફિલ્મ (Black Film) સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પણ આ કાર્યવાહી યથાવત રહી હતી જેમાં વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા લોકોને જણાવવામાં આવ્યું હતું અને કારમાં લાગવેલી બ્લેક ફિલ્મ સ્થળ પરજ ઉતારી દેવામાં આવી છે.

Ahmedabad traffic police remove balck film on car
Ahmedabad traffic police remove balck film on car

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ મુજબ શહેરમાં અનઅધિકૃત રીતે કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા કારચાલકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પૂ્ર્વ વિસ્તારના DCP ટ્રાફિક સફિન હસનના (DCP Safin Hasan) સૂચનો મુજબ જે કરમાં બ્લેક ફિલ્મ હોય તેમની સામે પોલીસ દ્ઘારા કાર્યવાહી હાથધરવામાં આવી છે. જેમાં શહેરના જુદા-જુદા ચાર રસ્તા પર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ રાખતા 196 જેટલી કારનો કાળા કાચ રાખવાને લઈ મેમો આપી 1,00,500 રૂપિયા જેટલો દંડ કારચાલકો પાસેથી વસૂલવામાં આવ્યો હતો. તેમજ સ્થળ પર જ કારમાંથી કાળા કાચ ઉતારી ભવિષ્યમાં પોલીસની દંડાત્મક કાર્યવાહીથી બચવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી હતી.

- Advertisement -
Ahmedabad traffic police Drive
Ahmedabad traffic police Drive

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ DCP ટ્રાફિક સફીન હસને ફેન્સી નંબર પ્લેટવાળા અને જાતજાતના લખાણ વાળા 123 જેટલા વાહનો ડિટેઈન કરી કાર્યવાહી હાથધરી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્ઘારા અવાર-નવાર ટ્રાફિકના નિયમોને લઈ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ડ્રાઈવમા નિયમોના ભંગ કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી લોકોને ટ્રાફિક નિયમો પાળવા અંગે જાગૃત કરવામાં આવે છે. જોકે આગમી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યથાવત રહેશે.

Ahmedabad traffic police special drive on black film car
Ahmedabad traffic police special drive on black film car
Black film drive by ahmedabad traffic police
Black film drive by ahmedabad traffic police
Ahmedabad traffic police Drive today
Ahmedabad traffic police Drive today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular