નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: થોડા દિવસ અગાઉ સુરતના (Surat) અડાજણમાં સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક રીતે જીવન ટૂંકાવાની ઘટના (Adajan Mass Suicide Case) સામે આવી હતી. એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવાની ઘટના સામે આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા, ત્યારે સોલંકી પરિવારના સામૂહિક જીવન ટૂંકાવા અંગે એફએસેલના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, એક સપ્તાહ અગાઉ સુરતના અડાજણમાં એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકોના ઘરમાંથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. ઘરમાંથી મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં આર્થિક સંકળામણ એક કારણ હોઈ શકે તેવું જણાઈ રહ્યું હતું. પરિવારના સાત સભ્યો પૈકી પાંચ સભ્યોએ દવા ગટગટાવીને અને બે સભ્યોએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવાની વિગત સામે આવી હતી. ત્યારબાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોટમના એફએસએલ રિપોર્ટમાં એક નવી જ વાત સામે આવી છે. એફએસએલ રિપોર્ટ મુજબ મનીષ સોલંકીએ તેમની પત્ની અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા કરવાની વાત સામે આવી છે. જ્યારે અન્ય પાંચ સભ્યોએ ઊધઈની દવા ગટગટાવી જીવન ટૂંકાવાની વાતની પુષ્ટી થઈ છે. એફએસએલ રિપોર્ટને આધારે તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ટીમ દ્વારા મૃતક મનીષ સોલંકી સામે હત્યા મુજબનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસે (Surat Police) સ્યૂસાઇડ નોટમાં આર્થિક સંકળામણ મુદ્દે કરવામાં આવેલા ઉલ્લેખને લઈ ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો અને વેપારીઓના નિવેદન પણ નોંધવાની કામગીરી શરૂ કરી છે. તથા જુદી જુદી બેંકના લોન એજન્ટોને બોલાવી બેંક એજન્ટોની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








