નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: ગુજરાતમાં હત્યાની ઘટનાઓ અકસ્માતની જેમ છાશવારે સામે આવે છે. કાયદો અને વ્યવસ્થા જાણે નેવે મુકાઈ ગયા હોય તે રીતે લોકો ગુનાઓને અંજામ આપે છે. ત્યારે સુરતમાં (Surat) પત્નીએ તેના જમાઈ તથા પુત્ર સાથે મળી પતિની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરામા કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા મૃતદેહ પર ઈજાના નિશાન પણ જણાતા હતા. જેથી પોલીસે (Surat Police) તપાસ આદરી હતી. સૌથી પહેલા તો મૃતદેહની ઓળખ થવી જરૂરી હતી. પોલીસની તપાસમાં મૃતદેહ રાજારામ યાદવનો હોવાનું સામે આવ્યું હતું. મૃતદેહની ઓળખ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુસાલો થયો કે, મૃતકનું મૃત્યુ ગળું દબાવવાથી થયું છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી અને મૃતક પત્ની કે જેનું નામ ઊર્મિલા યાદવ છે તેને પોલીસ સામે પતિ રાજારામની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. વધુમાં તેની સાથે તેનો સગીર વયનો પુત્ર અને જમાઈ પણ સામેલ હોવાની કબૂલાત કરી હતી.
હત્યા શા માટે કરવામાં આવી તે બાબતે પૂછતાં મૃતક રાજારામ યાદવ નશો કરી પૈસા ઉડાવતો હતો. દારૂ પીવા માટે જમીન પણ વેચી દીધી હતી. તેમજ બાકી રહેલી જમીન પણ વેચવાની તૈયારીમાં હતો. મૃતક દારૂ પીને પત્ની તેમજ પુત્ર સાથે મારામારી કરતો હતો જેનાથી કંટાળી આરોપી પત્ની ઊર્મિલા, સગીર પુત્ર તથા જમાઈ રાજુએ સાથે મળી રાજારામને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકના પુત્રએ પિતાના હાથ પકડ્યા હતા, જ્યારે પત્નીએ પગ પકડ્યા હતા. જ્યારે જમાઈ રાજુએ મૃતક રાજારામને ચાર્જીગ કેબલથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. કોઈને બનાવની જાણ ન થાય તે માટે આરોપીઓ મૃતદેહને પાંડેસરામાં કૈલાશ નગર ખાડી પુલ પાસે મૂકી આવ્યા હતા. ઘટનાને લઈ પાંડેસરા પોલીસે આરોપી ઊર્મિલા, જમાઈ રાજૂ યાદવ તથા સગીર પુત્ર સામે હત્યા મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796