Monday, February 17, 2025
HomeGujaratGandhinagarપંચાયત વિભાગે તલાટીની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં કર્યો મોટો ફેરફાર

પંચાયત વિભાગે તલાટીની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં કર્યો મોટો ફેરફાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Talati Cum Mantri Qualification News: ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતી (Paper Leak) અટકાવવા સરકાર દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સ્પ્રધાત્મક પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાતોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક લાયકાતોમાં થઈ રહેલા ફેરફારોને લઈ કેટલાક ઉમેદવારોને ફાયદો પણ થઈ શકે છે અને કેટલાક ઉમેદવારોએ નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. ત્યારે પંચાયત વિભાગ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રી (Talati Cum Mantri) માટેની શિક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

talati
talati

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રી માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તલાટી વર્ગ-3ની પરીક્ષા માટે ધોરણ-12 પાસની શૈક્ષણિક લાયકાત જરૂરી હતી. ધોરણ-12 પાસ વિધાર્થીઓ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતા હતા. પણ હવે પચાયત વિભાગે શૈક્ષણિક લાયકાતમાં કરેલા ફેરફાર મુજબ વિધાર્થીએ ધોરણ-12 પાસ સાથે સ્નાતક કક્ષાની ડિગ્રી લેવી પણ ફરજિયાત છે. હવેથી જે કોઈ વિધાર્થી તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માગતો હશે તેને માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવવી જરૂરી છે. પંચાયત વિભાગ દ્વારા બીજો એક ફેરફાર પણ કરવામાં આવ્યો છે. જેમાં તલાટીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારની વધુમાં વધુ ઉંમર અત્યાર સુધી 33 વર્ષ હતી તેને વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. એટલે કે હવ 35 વર્ષ સુધીની વય ધરાવતો ઉમેદવાર તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે.

- Advertisement -

પંચાયત વિભાગે તલાટી માટેની શૈક્ષણિક લાયકાતમાં કરેલા ફેરફારને બે રીતે જોવામાં આવી રહ્યો છે. કેટલાક એવું માને છે કે સ્નાતક કક્ષાની ડિગ્રી ફરજિયાત કરવાથી ઉમેદવારોની સંખ્યા ઘટશે. જ્યારે કેટલાક એવું પણ કહે છે કે, ધોરણ-12 પાસની લાયકાત તલાટી માટેની યોગ્ય લાયકાત છે. પણ હવે તલાટી કમ મંત્રીની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત બન્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular