Tuesday, May 26, 2026
HomeGujaratSuratસુરતઃ સગીરાને મળવા બોલાવી ફોટા પાડ્યા, પૈસા માટે બ્લેકમેઈલ કરતાં ઘરમાં ચોરી...

સુરતઃ સગીરાને મળવા બોલાવી ફોટા પાડ્યા, પૈસા માટે બ્લેકમેઈલ કરતાં ઘરમાં ચોરી કરી ચૂકવ્યાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Crime News: સગીરોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. સોશિયલ મીડિયા થકી સગીરો અજાણ્યા લોકો સાથે વાતચીત કરીને મિત્ર બનાવતા હોય છે. પરંતું આવી મિત્રતા કેટલી ભારે પડી શકે, તેનો તાજો બનાવ સુરતમાં (Surat) સામે આવ્યો છે. જ્યાં એક સગીરાને સોશિયલ મીડિયા થકી અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવા જતાં પોતાના જ ઘરમાં ચોરી કરવાની નોબત આવી હતી. આખરે આ મામલાની જાણ સગીરાના (Minor Girl) માતાને થતાં પોલીસમાં (Surat Police) ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને પ્લામ્બિંગનું કામ કરતાં પિતા ત્રણ બાળકો અને પત્ની સાથે રહે છે. તેમની મોટી દિકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. સગીરા છેલ્લા કેટલાક સમયથી તેના માતાના ફોનમાંથી ઈન્સ્ટાગ્રામ વાપરતી હતી. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સગીરાનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. ત્યાર બાદ તેમના વચ્ચે મિત્રતા થતાં વાતચીત શરૂ થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થતાં યુવકે વાતચીત દરમિયાન સગીરાને મળવા આવવા માટે એક જગ્યાએ બોલાવી હતી.

- Advertisement -

સગીરા મિત્રને મળવા ગઈ ત્યારે તેમના વચ્ચે શારીરિક સંપર્કો બન્યા હતા. જેનો ફોટો યુવક દ્વારા પાડી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવકે સગીરાને વારંવાર આ ફોટો બતાલીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવક સગીરાને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માગણી કરતો હતો. ફોટો વાયરલ થાય અને સમાજમાં આબરૂ જાય તે કારણે સગીરા ડરી ગઈ હતી. સગીરાએ બદનામીના ડરથી પ્રથમ વાર રૂ.3500 યુવકને આપ્યા હતા. જોકે સગીરા ડરી ગઈ હોવાનું યુવકને જાણવા મળતાં ત્યાર બાદ પણ બ્લેકમેઈલ કરીને પૈસાની માગણી ચાલુ રાખી હતી.

યુવક દ્વારા સતત પૈસાની માગણી કરવામાં આતા સગીરાએ ઘરમાંથી ચોરી કરીને ટુકડે ટુકડે રૂ.50 હજાર યુવકને આપ્યા હતા. તેમ છતાં યુવક રૂ.10 હજારની માગણી કરવા તેના અન્ય બે મિત્રોને લઈને સગીરાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન સગીરાની માતાને ખબર પડતાં યુવકને ઘરની બહાર કાઢી મુક્યો હતો. યુવક સગીરા અને તેની માતાને ગાળો ભાંડીને ત્યાંથી જતો રહ્યો હતો. તેની દસ મિનિટ બાદ યુવક તેના ભાઈને લઈને આવ્યો હતો અને બદનામ કરવાની ધમકી આપી હતી. જે મામલે સગીરાની માતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં યુવક વિકાસ અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular