Monday, May 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે સીમ કાર્ડ સ્વેપિંગ કરી કરોડો પડાવનાર ટોળકીને ઝડપી

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે સીમ કાર્ડ સ્વેપિંગ કરી કરોડો પડાવનાર ટોળકીને ઝડપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં સાઈબર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) સીમ કાર્ડ સ્વેપિંગ (SIM Card swapping) કરીને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને (Fraud Gang) ઝડપી પાડી છે. આ ટોળકીએ અમદાવાદમાં એક વેપારીના કરોડો રૂપિયાનો પડાવી લીધા હતા. ઠગ ટોળકીએ ઈ-મેઈલ આઈડી હેક કરીને ત્યાર બાદ સીમકાર્ડ બદલવાની રીકવેસ્ટ મોકલીને સેલ્યુલર કંપનીમાંથી નવું સીમ લઈને તેનો OTP લઈને બેંક એકાન્ટ સાફ કરી નાખતાં હતા. આ ટોળકીએ અમદાવાદના વેપારી પાસેથી રૂપિયા 1.19 કરોડની છેતરપિંડી કરી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે સીમ કાર્ડ સ્વેપ કરીને કરોડોની છેતરપિંડી કેસમાં 3 આરોપીને કોલકતામાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપેલા આરોપીના નામ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન અને મુખ્તાર અલી છે. આ ત્રણેય લોકોએ અમદાવાદના બેરિંગના ધંધા સાથે સંકળાયેલા વેપારી અમિત જાની પાસેથી રૂપિયા 1.19 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ ઠગ ટોળકીએ વેપારીનું ઈ-મેઈલ આઈડી હેક કર્યું હતું. ત્યાર બાદ સીમકાર્ડ બદલવાની રિકવેસ્ટ મોકલીને નવું સીમ લઈ તેમાંથી ઓટીપી લઈને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.

- Advertisement -

વેપારીએ બેંક એકાન્ટ ચેક કરતાં ગત 11 માર્ચથી 12 માર્ચમાં કરોડાના ટ્રાન્જેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને વેપારીએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ બ્રાંચ ટેક્નિકલ એનાલિસીસના આધારે ગુનો આચારનારા આરોપી સુધી કોલકતા પહોંચી હતી.

પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે રૂપિયા 1.19 કરોડની છેતરપિંડીમાં રૂપિયા 60 લાખ બેંકમાંથી રોકડા ઉપાડ્યા હતા. આરોપીઓના ખાતામાંથી પોલીસને લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન પણ મળી આવ્યા હતા. આરોપી મુક્તાર અલી કાપડનો હોલસેલ વેપારી છે, જ્યારે પરવેઝ અહેમદ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકલાયેલો છે અને અતિકુર ખાન બેંકમાંથી હોમ લોન, પર્સનલ લોન અને વીમા પોલિસી કાઢવાનું કામ કરતો હતો.

આ ટોળકીની પુછપરછ દરમિયાન બેંકના કર્મચારી અને ટેલીકોમ કંપનીના કર્મચારી સહિત કુલ 6 કર્મચારીઓના નામ સામે આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ ગુજરાત સહિત અન્ય રાજ્યના વેપારીઓને સીમ સ્વેપિંગ કરીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ઠગ ટોળકીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, તેમણે શનિવાર અને રવિવારના દિવસે લોકોને ટાર્ગેટ કરતા હતા. જેના કારણે સીમ કાર્ડ બંધ થઈ જાય તો ટેલીકોમ કંપની કે બેંક બંધ હોવાના કારણે ઠગ ટોળકી કરોડોનું ટ્રાન્જેક્શન કરી શકે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular