Wednesday, February 18, 2026
HomeGujaratSuratસુરતમાં ભાજપના કોર્પોરેટરે ભારે કરી, જનતા માટે ઉપયોગ લેવાના બાંકડા પોતાના ઘરના...

સુરતમાં ભાજપના કોર્પોરેટરે ભારે કરી, જનતા માટે ઉપયોગ લેવાના બાંકડા પોતાના ઘરના ધાબે ચડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં સત્તામાં મદમસ્ત બનેલા કોર્પોરેટરએ ભારે કરી છે. લોકોની સુખાકારીની અને જનતા માટે વિકાસના કામોની વાતો કરતા જનપ્રિતનિધી પહેલા પોતાની ગોઠવણ કરવા લાગ્યા હોય તેવો કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો છે. સુરતના વોર્ડ નં 3 કોર્પોરેટરે (Surat BJP Corporator) સોસાયટી કે વિસ્તારોમાં લોકોને બેસવા માટેના બાંકડા (Bench) પોતાના ધાબા ચડાવી દીધા હતાં. જેનો વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ (Video Viral) થતા વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ સમાચારોમાં અહેવાલો પ્રસારિત થતા કોર્પોરેટરની શાન ઠેકાણે આવી હતી અને ગણતરીના કલાકોમાં બાંકડાઓ ધાબા પરથી ઉતરી લેવામાં આવ્યા હતા. હાલ કોર્પોરેટરના કારસ્તાનની ચારેકોર ટીકા થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીમાંથી વોર્ડનં 3ના ચૂંટાયેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા (Ghanshyam makwana) થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા. હાલ તેમના કારસ્તાન સામે આવ્યા છે, જેમાં સ્થાનિકો, રહીશો અને સિનિયર સિટીઝન બાકડા પર બેસી શકે તે માટે કોર્પોરેશન દ્વારા બાંકડાઓની ગ્રાન્ટ દર વર્ષે કોર્પોરેટરને ફાળવામાં આવતી હોય છે. પરંતુ આ કોર્પોરેટરે તો કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી મળેલા બાકડા સોસાયટી કે વિસ્તારમાં મૂકવાના બદલે પોતાની છત ઉપર જ મૂકી દીધા હતા. આ સમ્રગ મામલે એક જાગૃત નાગરિકે ઘટનાનો વીડિયો ઉતારી લેતા કોર્પોરેટરના કારસ્તાન સામે આવ્યા હતા. વીડિયોમાં ધાબા પર ત્રણ જટેલા કેસરી કલરના બાંકડાઓ મૂકાયેલા હોવાનુ સામે આવ્યું હતું. સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ થતા કોર્પોરેટરે તાત્કાલિક આ બાંકડાઓને ધાબા પરથી ગાયબ કરી દીધા હતા. જેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જનપ્રતિનિધનું કામ જનતાની સેવા કરવાનું હોય છે. પરંતુ કોર્પોરેટર પોતાના રાજકીય વગ વાપરી અંગત વપરાશમાં ચીજવસ્તુઓ ઉપયોગ લઈ રહ્યા હોય તેવા દૃશ્ય સામે આવ્યા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાંથી એક સત્તાધારી પક્ષના કોર્પોરેટરનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરના રોડ કમિટીના ચેરમેને પાયલોટ પ્રોજકટ અંતર્ગત મંજૂર કરવામાં આવેલો વ્હાઈટ ટોપિંગ રોડ પોતાના ઘર બહાર જ બનાવ્યો હતો. તેમજ રોડ ટોપિંગના ફોટો મૂકી સોશિયલ મિડિયા પર વાયરલ પણ કર્યા હતા એટલે રાજકીય સત્તાનો દુરુપયોગ કરી આ રોડ બનાવામાં આવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular