નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં (Rajkot) થોડા દિવસ અગાઉ ઇન્દિરા સર્કલ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને મારીને ઘરઘાટી નેપાળી મહિલા અને તેના સાથીએ લાખો રૂપિયાની લૂંટ (Loot) ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. આ કેસની તપાસ સ્થાનિક પોલીસની સાથે રાજકોટ ક્રાઇમ બ્રાંચ (Rajkot Crime Branch) પણ કરી રહી હતી. આજે રાજકોટ ક્રાઇમ બ્રાંચે આ બંને આરોપીઓને જૂનાગઢથી (Junagadh) દબોચી લીધા છે. બંને આરોપીઓ નેપાળ (Nepal) ભાગવાની ફિરાકમાં હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ઇન્દિરા સર્કલ પડે કોહિનુર એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં 15 લાખની લૂંટ થઈ હતી. જે મામલે સ્થાનિક પોલીસની સાથે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસ જોડાઈ હતી. જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપીઓ નેપાળના હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ દેશ છોડીને ભાગી જાય, તે પહેલા ક્રાઇમ બ્રાંચે 200 જેટલા CCTV કેમેરાના ફૂટેજના આધારે ઝીણવટપૂર્વક તપાસ હાથધરી હતી. જેમાં આરોપી જૂનાગઢ તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાંચને હ્યમુન ઇન્ટિલેન્સના આધારેબાતમી મળી હતી કે, રાજકોટમાં લાખો રૂપિયાની લૂંટ કરનારા આરોપીઓ જૂનાગઢ ભાવનાથ તળેટીમાં આવેલા વાંજા દરજી ધર્મશાળામાં રોકાયા છે. જે બાતમીના અધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી સુશીલા અને પવન પ્રકાશ જે મૂળ નેપાળના રહેવાસી છે, તે બંને આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બે મહિના પહેલા સુશીલા અને પ્રેમી પવન પ્રકાશ કામધંધાની શોધમાં નેપાળથી રાજકોટ આવ્યા હતા. સુશીલાને ઘરકામનું કામ મળ્યું હતું. સુશીલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણે ઘરકામ કરવા જતા પોતાના પ્રેમી પવન પ્રકાશ સાથે મળી માલિકના ઘરને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. ત્યારે એક દિવસ ઘરમાં વૃદ્ધ મહિલાના પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા અને મહિલા ઘરમાં એકલા હતા, તે તકનો લાભ લઈ સુશીલાએ મહિલાના ખોરાકમાં ઉંઘની ગોળી મિલાવી દીધી હતી. જેના કારણે મહિલા બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ સુશીલાએ પોતાના પ્રેમી પવન પ્રકાશને બોલાવી તિજોરીનું લોક તોડી રહી હતી, તે દરમિયાન મહિલા જાગી ગયા હતા. ત્યાર બાદ તેણે મહિલાને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ મહિલાને બાથરૂમ પૂરી દિશા હતા અને લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપીઓ જૂનાગઢ તરફ ભાગી ગયા હતા અને જૂનાગઢથી નેપાળ ભાગવાની ફિરાક હતા. તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાંચે આરોપીઓને દબોચી પાડ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








