Monday, May 19, 2025
HomeGujaratSuratસુરતમાં નશાની હાલતમાં નબીરાએ 6 લોકોને ઉડાવ્યા, જુઓ લાઈવ CCTV

સુરતમાં નશાની હાલતમાં નબીરાએ 6 લોકોને ઉડાવ્યા, જુઓ લાઈવ CCTV

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Car Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ (Ahmedabad Iskcon Accident) પર થોડા દિવસ અગાઉ બેફામ ગતિએ જેગુઆર દોડાવી 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ પ્રકરણ (Tathya Patel Accident) હજુ ભૂલાયું નથી. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના સુરતમાંથી (Surat) સામે આવી છે. જ્યાં બેફામ કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા 6 લોકોને ઉડાવ્યા છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં (Car Accident) જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. કાર ચાલકે અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા સ્થળ પર હાજરે લોકોએ તેને ઝડપી પાડીને મેથીપાક આપ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં કાપોદ્રા પોલીસનો (Surat Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને આરોપીને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. કાર ચાલક દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારના સ્નેહ મુદ્રા સોસાયટી પાસે ગઈકાલે રવિવારની રાત્રે બેફામ ઝડપે BRTS કોરિડોરમાં દોડી રહેલી સ્વીફ્ટ કારે રસ્તો ક્રોસ કરી રહેલા વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. કારની ટક્કરથી 5થી 6 લોકો 20 ફૂટ દૂર ફંગોળાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સાજન પટેલે ભાગવાનો પ્રયાસ કરતા આસપાસના લોકોએ તેને પકડી પાડ્યો હતો. તેમજ રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતાં કાપોદ્રા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલા છ લોકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર આરોપીને પણ ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

- Advertisement -

આ અકસ્માત સર્જનાર આરોપીનું નામ સાજન પટેલ હોવાનું સામે આવ્યું છે. જે સુરતના ઉત્રાણ વિસ્તારનો રહેવાસી છે. અકસ્માત સર્જનાર સાજનનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તે જણાવે છે કે, હું ઘરે જતો હતો તે દરમિયાન અકસ્માત થયો હતો, અચાનક ટુ-વ્હીલર વચ્ચે આવી જતાં કારની ટક્કર થઈ હતી, મેં દારૂ પીધો નથી, કારની સ્પીડ 50ની હતી, રસ્તા પર ટ્રાફિક હતો એટલે BRTS રૂટમાં જતો રહ્યો હતો, વરસાદ પડતો હતો એટલે દેખાયું નહીં, મેં મારા છોકરાની બર્થ-ડે પાર્ટીમાં બપોરે દારૂ પીધો હતો.

આ અકસ્મતના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, BRTS કોરિડોરમાં બેફામ સ્વિફ્ટ કારે ફુટબોલની જેમ લોકોને ઉડાવ્યા હતા. જે પ્રકારે CCTVમાં કારની સ્પીડ જોવા મળી રહી છે, તે જોતા કાર ઓવર સ્પિડમાં હોવાનું અનુમાન લગાવી શકાય છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે મિત્રોને ગંભીર ઈજા થઈ છે. જેમાં યસ કેવરિયા નામના યુવકને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કિશન હીરપરા નામના યુવકને હાથ-પગના ભાગે ઈજા થઈ છે. સમગ્ર અકસ્માત અંગે કપોદ્રા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગુજરાતના DGPએ રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવાનું દરેક જિલ્લાના SPને સુચન કર્યું હતું. પરંતું જે પ્રકારે એક બાદ એક ગુજરાતમાં નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે, તે જોતા નબીરાઓને પોલીસ ડ્રાઈવથી કોઈ ફરક જ ન પડતો હોય તે સ્પષ્ટ થાય છે. જો પોલીસ દ્વારા નબીરાઓને બાનમાં લેવા માટે ડ્રાઈવ કરવામાં આવતી હોય તો પોલીસના હાથમાં દારૂ પીને બેફામ કાર ચલાવતા નબીરાઓ કેમ હાથમાં નથી લાગતા તે એક મોટો સવાલ છે.

- Advertisement -

Tag: Surat News, Car Accident in Surat, Surat Accident Today

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular