નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News : રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી (Marwadi University) ગાંજોના છોડ (cannabis plant) મળી આવતા વિવાદમાં સર્જાયો છે. જે યુનિવર્સિટીમાં યુવાનો શિક્ષણ મેળવામાં માટે આવતા હોય છે, તે જ યુનિવર્સિટીમાંથી નશાયુક્ત પર્દાથ મળી આવતા અનેક તર્ક વિર્તક સર્જાયા છે. આ બાબતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ યુનિવર્સિટીમાં જઈ હંગામો કરતા સમ્રગ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતને લઈ તેમણે વિરોધ નોંધાવી પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા સમ્રગ મામલે તપાસ કરવામાં આવી હતી અને FSLની મદદ લેવામાં આવી હતી. જેમાં ત્રણ મહિના બાદ આજે FSL રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં આ છોડ ગાંજો તેમજ અન્ય નશીલા પદાર્થના જ છે તે બાબતની ખરાઈ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મારવાડી યુનિવર્સિટી સામે આકરા પ્રહારો કર્યા છે.
નરેન્દ્ર સોલંકીએ વિડિયો મારફતે જણાવ્યું છે કે, રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી જ્યાં સમ્રગ શિક્ષણને કલંકિંત કરે તેવી વારંવાર ઘટનાઓ ત્યાં બનતી હોય છે. એક મહિના પહેલા તે યુનિવર્સિટીનના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનો FSL રિપોર્ટ આજે આવી ગયો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ગાંજાના છોડ જ છે. જે બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ છે.પરંતુ પોલીસે આ ફરિયાદ અજાણ્યા વ્યક્તિ સામે કરી છે. જે મામલે અમારી માગણી છે કે જે કેમ્પસ ડાયરેક્ટર નિગરાની હેઠળ ચાલે છે. નાનામાં નાની બાબત ત્યાંના ડાયરેકટરને ખબર હોય છે. પંરતુ ગાંજા જેવુ વાવેતર કરાયું ત્યારે ત્યાંથી છોડ પકડાયા છે તે ખબર હોતી નથી. આ વાત ગળે ઉતરે એમ નથી. ત્યાંના ડાયેરક્ટર ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે તેમજ યુનિવર્સિટીમાં જ્યાં વિદ્યાર્થી કારકિર્દી ઘડવા માટે આવતા હોય છે. ત્યાં નશાના ખપ્પરમાં ધકેલવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ નરેન્દ્ર સિંહ સોલંકીએ કર્યા છે.
આ યુનિવર્સિટી પર પ્રતબિંધ મૂકી તેની માન્યતા રદ કરવા પણ NSUIએ માગણી કરી છે. તેમજ આગામી દિવસોમાં આ યુનિવર્સિટીના માલિક સામે ફરિયાદ દાખલ કરવા પણ માગ કરી છે. તેમજ આ પ્રકારના કૃત્યથી અન્ય યુનિવર્સિટી માટે એક ઉદાહરણ રૂપે દાખલો પૂરો પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તેવી માગ ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી છે. તેમજ જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવી ચૂકી છે. જોકે ત્યાંના કેમ્પસથી ગાંજાના છોડ મળી આવતા યુનિવર્સિટીમાં માટે આ ઘટના શિક્ષણ જગતમાં કાળી ટીલી સમાન માનવામાં આવી રહી છે. તેમજ ભાંડો ફૂટી ગયા બાદ છોડને નષ્ટ કરવા પણ યુનિવર્સિટી દ્વારા પ્રત્યન કરાયા હોવાના આરોપ NSUI મૂક્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








