Thursday, April 16, 2026
HomeNationalમુંબઈ-જયપુર એકસપ્રેસમાં RPF જવાને કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 4 લોકોના મોત

મુંબઈ-જયપુર એકસપ્રેસમાં RPF જવાને કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 4 લોકોના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: Mumbai News : મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એકસ્પ્રેસ ટ્રેનમાં (Jaipur-Mumbai train firing) અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગને ઘટનાને RPF કોન્સ્ટેબલ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. જેમાં એક ASI સહિત ત્રણ મુસાફરોના મૃત્યુ થયા છે. ઘટનાને પગલે ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસે આોરોપી RPF કોન્સ્ટેબલ ચેતન કુમારની મીરા રોડ પરથી ધરપકડ કરી છે. ગોળીબારમાં મૃત્યુ પામનાર ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે ગોળીબાર પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જેને લઈ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Jaipur-Mumbai train firing
Jaipur-Mumbai train firing

બનાવની વિગત મુજબ, સોમવારે સવારે 5 વાગ્યાના અરસામા મુંબઈ પાલધર પાસે જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં B5 કોચમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક RPF ASI સહિત 3 મુસાફરોના મૃત્યુ થયા છે. પ્રથામિક પૂછપરછ મુજબ RPF કોન્સ્ટેબલ ચેતન કુમાર અને તેના સિનિયર ASI ટીકારામ મીણા વચ્ચે કોઈ બાબતને લઈને તકરાર થઈ હતી. જેમાં ઉગ્ર બોલાચાલી થતાં કોન્સ્ટેબલ ચેતન ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલી રાઈફલમાંથી ASI ટીકારામ મીણા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ASI સાથે બેસેલા ત્રણ મુસાફરો પણ ગોળીબારનો શિકાર બન્યા હતા. જ્યાં ચારેય લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જેમાં આરોપી કોન્સ્ટેબલની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાત પણ સામે આવી રહી છે. ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ટ્રેનમાં દોડી આવી હતી અને આરોપી કોન્સ્ટેબલની મીરા રોડ પરથી ધરપકડ કરી હતી.

- Advertisement -

ઘટનાને પગલે મુંબઈના DRM નિરજ વર્માએ જણાવ્યું હતું કે, 6 વાગ્યા આસપાસ અમને જાણ થઈ હતી કે ટ્રેનમાં RPF જવાને ફાયરિંગ કર્યું છે. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. આરોપી કોન્સ્ટેબલ એસકોર્ટ ડ્યૂટી ઉપર તહેનાત હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સમ્રગ મામલે રેલવે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આ ગોળીબારમાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. વળતરની પણ જાહેરાત કરાઈ છે.

પશ્રમિ રેલવે CPRએ જણાવ્યું છે કે, આજે દુખદ ઘટના જયપુર-મુંબઈ એકસ્પ્રેસ ટ્રેનમાં ઘટી છે. જેમાં RPF કોન્ટેબલ ચેતન કુમારે તેના સાથે રહેલા ASI અધિકારી ટીકારામ મીણા પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં ત્રણ અન્ય મુસાફરોને પણ ગોળી વાગતા તેમના મૃત્યુ થયા છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. તેમજ તેની પાસે રહેલી બંદૂક પણ જપ્ત કરી લેવામાં આવી છે અને સમ્રગ ફાયરિંગ પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જેની તપાસ હાલ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular