SMC ના કાર્યપાલક ઈજનેર અને પત્રકારના ઘર-ઑફિસમાં Team ACB નું સર્ચ
સુરત મ્યુનિસિપલ કૉપૉરેશનના કલાસ વન અધિકારીએ વચેટિયા (પત્રકાર) થકી લાખોની લાંચ માગવાના કેસમાં Gujarat ACB ની ટીમો ધંધે લાગી ગઈ છે. 15 લાખની લાંચના પ્રથમ હપ્તા પૈકીના 4 લાખ રૂપિયા મેળવી લઈને એસીબીનો આરોપી કમ પત્રકાર નાસી છૂટતા રિકવરી થઈ શકી નથી. નાસી છૂટેલા દૈનિક અખબારના પત્રકારને શોધી કાઢવા એસીબીના અધિકારીઓ ભાગદોડ કરી રહ્યાં છે. લાંચ કેસના મુખ્ય આરોપી એવા SMC ના કાર્યપાલક ઈજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલા ભૂર્ગભમાં ઉતરી ગયા છે. બીજી તરફ એસીબીની જુદીજુદી ટીમોએ આરોપીના નિવાસસ્થાન અને ઑફિસ ખાતે સર્ચ કર્યું છે.
સુરત શહેરમાં આવેલા સંતોષ સબ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર થતાં બાંધકામને અટકાવવા ગત 10 નવેમ્બર 2025ના Surat Municipal Corporation ના અધિકારીએ નોટિસ આપી હતી. ત્યારબાદ 13 ફેબ્રુઆરીના રોજ સ્થળ પર નોટિસ લગાવી બાંધકામ તોડવાનું શરૂ કરી ડિમોલેશન ચાર્જ પેટે 1.70 લાખ વસૂલ્યા હતા. દરમિયાનમાં સુરત મ્યુનિ. કૉપોરેશનના કાર્યપાલક ઈજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાના આદેશથી અચાનક ડિમોલેશનની કામગીરી અટકાવી દેવાઈ હતી. ડિમોલેશનની કામગીરી અટક્યા બાદ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામના દૈનિકના પત્રકાર ઉસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાનાએ પ્લોટ માલિક સાથે ગોઠવણની વાતચીત શરૂ કરી હતી. SMC ના કાર્યપાલક ઈજનેર વિપુલે બાંધકામ બચાવવા પેટે 21 લાખની લાંચ માગતા રકઝકના અંતે 15 લાખની રકમ નક્કી થઈ. જે પૈકી 4 લાખ રૂપિયાની લાંચ 19 ફેબ્રુઆરીના રોજ અને બાકીના 11 લાખ રૂપિયા આગામી સોમવારે આપવાની વાત નક્કી થઈ હતી. ગુરૂવારે રાતે પત્રકાર ઈસ્માઈલનો ફોન આવતા ફરિયાદી તેની સલાબતપુરા વિસ્તારમાં આવેલી દૈનિક અખબારની ઑફિસે ગયા હતા. આ સમયે ઈસ્માઈલ પઠાણે 4 લાખની લાંચ સ્વીકારી તે દરમિયાન તેને ગંધ આવી જતા તે રૂપિયા લઈને ટુ વ્હીલર પર ફરાર થઈ ગયો હતો. આરોપી લાંચની રકમ સાથે ફરાર થઈ જતાં ACB Surat City ના પીઆઈ કે.જે.ધડુકે ઉચ્ચ અધિકારીઓને માહિતીથી વાકેફ કરતા એસીબી અન્ય ટીમોએ બંને આરોપીઓની ભાળ મેળવવા પ્રયત્નશીલ થઈ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








