Monday, September 21, 2026
HomeNationalસુપ્રીમ કોર્ટનો પુનરોચ્ચાર, પોલીસ કે એજન્સીને ધરપકડ માટેના કારણો લેખિતમાં આપવા પડશે

સુપ્રીમ કોર્ટનો પુનરોચ્ચાર, પોલીસ કે એજન્સીને ધરપકડ માટેના કારણો લેખિતમાં આપવા પડશે

- Advertisement -

Supreme Court warned police and central agencies regarding arrests : સોમવારે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોલીસ અને એજન્સીઓને ફરી ટકોર કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, ધરપકડ માટેના કારણો લેખિતમાં આપવા જોઈએ અને તે આરોપી સમજી શકે તેવી સરળ ભાષામાં હોવા જોઈએ. જો ધરપકડના કારણો નથી આપવામાં આવતા તો તે ગેરકાયદેસર ગણાશે.

સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે, તપાસ એજન્સી માટે કોઈ વ્યક્તિની ધરપકડ કરતી વખતે ધરપકડ માટેના કારણો જાહેર કરવા ફરજિયાત છે. કલમ 22(1) હેઠળ, ધરપકડ કરાયેલા વ્યક્તિને અટકાયતમાં લેતા પહેલાં તેમની ધરપકડના કારણોની જાણ કરવી એ બંધારણીય અધિકાર છે. આ ફરજિયાત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ બંધારણીય રક્ષણનું પાલન ગુનાની ગંભીરતાથી સ્વતંત્ર છે. આ નિયમ PMLA અને UAPA સહિતના ખાસ કાયદાઓ હેઠળ ધરપકડોને પણ લાગુ પડે છે. ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાનની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, ધરપકડ માટે કારણો પૂરા પાડવાની બંધારણીય જરૂરિયાતનું તમામ સંજોગોમાં પાલન કરવું જોઈએ.

- Advertisement -

ભારતીય નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અંગે સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ આરોપીની પહેલી ધરપકડ કોર્ટ દ્વારા એ આધાર પર રદ કરવામાં આવી હોય કે પોલીસે ધરપકડ માટે લેખિત આધાર પૂરો પાડ્યો નથી, તો પોલીસ તેને તે જ કેસમાં ફરીથી સીધી ધરપકડ કરી શકતી નથી. ફરીથી ધરપકડ માટે પોલીસે પહેલાં સક્ષમ મેજિસ્ટ્રેટ પાસેથી લેખિત પરવાનગી અને મંજૂરી મેળવવી પડશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular