Friday, October 30, 2026
HomeNational1 નવેમ્બરે દિલ્હીમાં કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધીની કૂચ, રાહુલ ગાંધીએ જાહેર...

1 નવેમ્બરે દિલ્હીમાં કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધીની કૂચ, રાહુલ ગાંધીએ જાહેર કર્યો રૂટ

- Advertisement -

Rahul Gandhi March Opposition Rally Delhi Gyanesh Kumar Pm Modi 1 November Protest: દિલ્હીમાં 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે યોજાનારી વિપક્ષની રેલી પહેલાં કનોટ પ્લેસથી કૂચ કાઢવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ કૂચનો રૂટ જાહેર કરતાં જણાવ્યું હતું કે મિન્ટો રોડ અને કનોટ પ્લેસના જંક્શનથી રામલીલા મેદાન સુધી માર્ચ યોજાશે. તેમણે આ કાર્યક્રમને કોઈ એક રાજકીય પક્ષનો વિરોધ નહીં, પરંતુ દેશની આત્માની કૂચ ગણાવી હતી.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લોકોને આ માર્ચમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમાં સમગ્ર વિપક્ષ ભાગ લેશે અને રાજકીય પક્ષો ઉપરાંત સામાજિક સંગઠનો, સામાજિક કાર્યકરો, સિવિલ સોસાયટી, પત્રકારો અને સામાન્ય નાગરિકો પણ જોડાઈ શકશે. વેપારીઓ, નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં આવકારવામાં આવ્યા છે. રાહુલના જણાવ્યા મુજબ, આ માર્ચ માત્ર રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરકારના વિરોધમાં અવાજ ઉઠાવવા માગતી દરેક વ્યક્તિ તેમાં સામેલ થઈ શકે છે.

- Advertisement -

દરમિયાન, વિપક્ષ દ્વારા શુક્રવારે યોજાનારી મૉક પાર્લામેન્ટનો કાર્યક્રમ વરસાદને કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હવે આ કાર્યક્રમ શનિવારે અગાઉના નિર્ધારિત સમયે જ યોજાશે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી લોકોને દિલ્હી આવતાં રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને પંજાબમાંથી આવનારા કોંગ્રેસના કાર્યકરો તથા સામાન્ય નાગરિકોને અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમનો દાવો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં કેટલા લોકો પહોંચે છે અને કેટલાને રોકવામાં આવે છે તેનાથી દેશની સ્થિતિનો અંદાજ આવશે. તેમણે દાવો કર્યો હતો કે લાખો લોકોને તેમના મતાધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને લોકોમાં આ મુદ્દે ભારે રોષ તથા માનસિક પીડા છે. મતાધિકાર છીનવાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે યોજાનારી આ રેલી અને કૂચમાં કેટલા લોકો જોડાય છે તેના પર સૌની નજર રહેશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular