Thursday, June 4, 2026
HomeNationalનોટબંધી સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સરકારના પગલાને સમર્થન આપ્યું

નોટબંધી સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સરકારના પગલાને સમર્થન આપ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે( Supreme Court of India)500 અને 1000ની નોટોને બંધ (Note Ban)કરવાના કેન્દ્રના 2016ના નિર્ણયને યથાવત રાખ્યો છે. સરકાર (Government of India)ના પગલાને યોગ્ય ઠેરવતા કોર્ટે નોટબંધી સામે દાખલ કરાયેલી તમામ અરજીઓને ફગાવી દીધી છે. પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, આ નિર્ણયને કારોબારીની આર્થિક નીતિ તરીકે રદ કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે નોટબંધી પહેલા કેન્દ્ર અને RBI વચ્ચે ચર્ચા થઈ હતી. આ પ્રકારનું પગલું લાવવા માટે બંને વચ્ચે સંકલન હતું. કોર્ટે કહ્યું છે કે, નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ખલેલ પડી નથી.

- Advertisement -

અગાઉ, 7 ડિસેમ્બરે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ને 2016 ના ચુકાદાથી સંબંધિત તમામ રેકોર્ડ તેમને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ બી આર ગવઈ, એ એસ બોપન્ના, વી રામસુબ્રમણ્યમ અને બી વી નાગરત્નનો પણ સમાવેશ થાય છે. તેમણે વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમ અને શ્યામ દિવાન સહિત RBIના વકીલ અને અરજદારોના વકીલ, એટર્ની જનરલ આર વેંકટરામણીની દલીલો સાંભળી હતી.

સુપ્રીમ કોર્ટ 8 નવેમ્બર, 2016ના રોજ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ નોટબંધીને પડકારતી 58 અરજીઓની બેચ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ ચિદમ્બરમે દલીલ કરી હતી કે 500 અને 1,000ની ચલણી નોટોની નોટબંધી ગંભીર રીતે ખામીયુક્ત હતી, અને દલીલ કરી હતી કે સરકાર કાનૂની ટેન્ડર સંબંધિત કોઈ ઠરાવ પોતાની રીતે શરૂ કરી શકે નહીં. આ RBIના સેન્ટ્રલ બોર્ડની ભલામણ પર જ થઈ શકે છે.

2016ની નોટબંધીની કવાયત પર ફરીથી વિચાર કરવાના સર્વોચ્ચ અદાલતના પગલાનો વિરોધ કરતા, સરકારે કહ્યું હતું કે, કોર્ટ એવા કોઈ કેસનો નિર્ણય ન લઈ શકે જેમાં ‘ઘડિયાળને પાછા ફેરવીને’ કોઈ નોંધપાત્ર રાહત આપી શકાતી નથી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular