Monday, January 20, 2025
HomeGujaratMorbiહાઈકોર્ટમાં જામીન માટે પ્રયાસ કરો, મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલની સુનાવણી માટે...

હાઈકોર્ટમાં જામીન માટે પ્રયાસ કરો, મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલની સુનાવણી માટે સુપ્રિમનો સ્પષ્ટ ઈનકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Morbi News: 30 ઓક્ટોબર 2022માં મોરબીમાં (Morbi) એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી. મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી (Morbi bridge collapse) પડતાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. ઘટના બાદ પુલ તૂટી પડવા સામે જવાબદાર અધિકારીઓએ તેમજ કંપનીના જવાબદાર લોકો સામે તપાસ માટેની સમિતિ રચાઈ હતી અને તપાસ સમિતિના રિપોર્ટ મુજબ 10 જવાબદાર લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

10 આરોપીઓ પૈકી 7 આરોપીઓને નીચલી કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પણ ઓરેવા ગ્રૂપના MD જયસુખ પટેલે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરતાં નીચલી કોર્ટે જામીન નકારી કાઢ્યા હતા અને જયસુખ પટેલ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે પણ જામીન અરજી અંગે સુનાવણી હાથ ન ધરતા જયસુખ પટેલ જામીન માટે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા હતા, ત્યારે જયસુખ પટેલની જામીન અરજીને લઈ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા વર્ષે મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવી હતો. મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા ઝૂલતા ફૂલનું કામ કરનારા કંપનીના કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 10 જેટલા જવાબદાર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. 10 આરોપીઓ પૈકી 7 જેટલા આરોપીઓના જામીન નીચલી કોર્ટે તેમજ હાઈકોર્ટે મંજૂર કર્યા હતા. ઓરેવા ગ્રૂપના MD જયસુખ પટેલ પણ ઘણા સમયથી જેલમાં છે અને જામીન મેળવવા માટે હવાતિયાં મારી રહ્યા છે.

જયસુખ પટેલે જામીન માટે નીચલી કોર્ટમાં કરેલી અરજી નકારી કાઢવામાં આવતા જયસુખ પટેલ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. દિવાળી પહેલા દાખલ કરેલી જામીન અરજી પણ હાઈકોર્ટે કોઈ સુનાવણી હાથ ધરી ન હતી. જયસુખ પટેલની જામીન અરજી હાઇકોર્ટમાં પડતર છે, ત્યારે જયસુખ પટેલે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની આજ રોજ થયેલી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે જયસુખ પટેલમાં વકીલને સ્પષ્ટ કહ્યું કે, જામીન માટે હાઈકોર્ટમાં પ્રયાસ કરો, તમારી જામીન અરજી હાઈકોર્ટમાં પડતર છે. ત્યારે હવે જયસુખ પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular