Sunday, August 30, 2026
HomeGujaratAhmedabadGandhinagar : કાવડ યાત્રીને કચડી નાંખનારી કાર 15 વર્ષનો સગીર ચલાવતો હતો,...

Gandhinagar : કાવડ યાત્રીને કચડી નાંખનારી કાર 15 વર્ષનો સગીર ચલાવતો હતો, કાર માલિક પિતા સામે કાર્યવાહી

- Advertisement -

FIR registered against father who gave car to son : બે સપ્તાહ અગાઉ ગાંધીનગર ચરેડી ચોકડી પાસે પેથાપુર જવાના રોડ પર સર્જાયેલા કાર અકસ્માતમાં એક કાવડ યાત્રીનું મોત નિપજ્યું હતું. અમદાવાદના 35 વર્ષીય યુવકનું મોત નિપજતા ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) ફરાર કાર ચાલકના પિતા એટલે કે કાર માલિક સામે ગુનો નોંધ્યો છે. 15 વર્ષના સગીર પુત્રને કાર સોંપવી પિતાને ભારે પડી છે. સગીર સંતાનોને વાહન ચલાવવા આપતા તમામ વાલીઓ માટે આ ઘટના લાલબત્તી સમાન છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અમિતકુમાર છેદીલાલ સરોજ ગત 16 ઓગસ્ટના રોજ કાવડ યાત્રામાં પગપાળા જઈ રહ્યા હતા. આ સમયે મોડી રાતે ગાંધીનગર ચરેડ ચોકડી પાસે પેથાપુર જવાના રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કારે તેમને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા અમિતકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે સેક્ટર 21 પોલીસ સ્ટેશન (Sector 21 Police Station) ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી. સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનારી કારને ઓળખી કાઢી તેના સુધી પોલીસ પહોંચી ગઈ છે. અકસ્માત સર્જાયો ત્યારે કાર માલિકનો 15 વર્ષીય પુત્ર તે ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે તેના પિતા દિનેશ ચૌધરી સામે કાર્યવાહી કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular