- ભારત સહિત આખા વિશ્વમાં મકાઈની જમીન કાપીને સોયાબિનનમાં સ્વેપ (સ્થળાંતર) કરશે
- વૈશ્વિક સોયાબીન સ્ટોક ૪ લાખ ટન ઘટાડીને ૮૯૬ લાખ ટન મૂકવામાં આવ્યો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ ) : આ સપ્તાહે સોયાબીનના ભાવ ફરીથી નવી ઊંચાઈ ધારણ કરવા આગળ વધ્યા હતા. આ વર્ષે કેટલાંક ખેડૂતો સોયાબિનને વધુ જમીન ફાળવે તેવી સંભાવના વધી ગઈ છે. ઘણા લોકો હજુ એવું માનવ તૈયાર નથી કે ભારત સહિત આખા વિશ્વમાં મકાઈની જમીન કાપીને સોયાબિનનમાં સ્વેપ (સ્થળાંતર) કરશે. અમેરિકન કૃષિમંત્રાલયની એજન્સી નેશનલ એગ્રી સ્ટેટેસ્ટીકસ સર્વિસને અસંખ્ય ખેડૂતોએ જણાવ્યું છે કે અમે ૨૦૨૨માં ગતવર્ષ કરતાં મકાઈને ૩૯ લાખ એકર ઓછી જમીન ફાળવવાનો ઇરાદો ધરાવીએ છીએ.
એજન્સીનો સર્વે સૂચવે છે કે ૨૦૨૧ની તુલનાએ આ વર્ષે સોયાબિનને ૩૮ લાખ એકર વધુ જમીન ફાળવી ૩૧ માર્ચ સુધીમાં ૯૦૯,૬ લાખ એકર જમીનમાં વાવેતર કરી દેવાયું છે. એજન્સી અમેરિકન સોયાબીન સરેરાશ એકર દીઠ યીલ્ડ (ઊપજ) ૫૧.૪૧ બુશેલ (પ્રત્યેક ૨૭.૨૧૮ કિલો) અંદાજીને ઉત્પાદનનો આખરી ઉતારો ગતવર્ષ કરતાં ૨૫૦૦ લાખ બુશેલ વધુ મુક્યો હતો. વર્ષાન્તે અમેરિકન સોયાબીન સ્ટોક ગત મહિનાના અનુમાન કરતાં ૨૫૦ લાખ બુશેલ ઘટાડીનને ૨૬૦૦ લાખ બુશેલ મૂક્યો હતો.
અમેરિકન કૃષિમંત્રાલયે વર્તમાન સિઝન માટેના સોયાબીનના સરેરાશ ભાવ બુશેલ દીઠ ૧૩.૨૫ ડોલર જાહેર કરીને, ગત માસના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો ના હતો. શુક્રવારે સીબીઓટી સોયાબીન મે વાયદો ૧૬.૮૧ ડોલર મુકાયો હતો. જગતભરમાં ખાધ્યતેલની સપ્લાય ચેઈન નબળી પડવાથી તેલિબિયાના ભાવ દબાણમાં આવ્યા છે. અમેરિકન પાકની અનિશ્ચિતતા વચ્ચે યુક્રેન-રશિયા યુધ્ધને લીધે સૂર્યમુખી તેલની પુરવઠા અછત અને સોયાતેલની અમેરિકન તેમજ જાગતિક માંગ વધુ રહેવાની સ્થિતિમાં પણ સોયાબીનના ભાવ પર બહુ મોટું દબાણ નહીં આવે. આ જોતાં સોયાબિનમાં હવે તેજીનો મોટો ખેલ પાડવો વાજબી નહીં ગણાય.
અમેરિકા અને આર્જેન્ટિનામાં નીચા સ્ટોકને લીધે વૈશ્વિક સોયાબીન સ્ટોક ૪ લાખ ટન ઘટાડીને ૮૯૬ લાખ ટન મૂકવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહથી સોયાબીન બજારને અમેરિકન વર્ષાન્ત સ્ટોક ઘટડાનો સધિયારો મળી ગયો છે. ભારતમાં જૂનથી શરૂ થતી ચોમાસું ખરીફ મોસમમાં આ વર્ષે વરસાદનો સરેરાશ વરતારો ૯૬થી ૧૦૪ ટકાનો મૂકવામાં આવ્યો છે. છેલ્લા ૫૦ વર્ષની સરેરાશ ૮૮ સેન્ટિમીટર (૩૫ ઇંચ) છે. કૃષિમંત્રાલયે ૨૦૨૨-૨૩ની (ઓકટોબર-સપ્ટેમ્બર) તેલીબિયાં મોસમમાં તમામ તેલિબિયાંનું ઉત્પાદન અંદાજ, વર્ષાનું વર્ષ ૧ ટકા વધારીને ૪૨૧ લાખ ટન મૂક્યો છે.
અમેરિકન કૃષિમંત્રાલયે બ્રાઝીલના ૨૦૨૧-૨૨ના (સપ્ટેમ્બર-ઓગસ્ટ) વર્ષના સોયાપાકનું અનુમાન માર્ચ અંદાજ કરતાં ૨૦ લાખ ટન ઓછો ૧૨૫૦ લાખ ટન મૂક્યો છે. અલબત્ત, આર્જેન્ટિનાનો પાક અંદાજ માર્ચ મુજબ જ ૪૩૫ લાખ ટન જાળવી રાખ્યો હતો. જો કે એનાલિસ્ટોએ અંદાજથી આશ્ચર્ય થયંા છે, કારણ કે તેમનું અનુમાન ૪૨૮ લાખ ટન હતું.
એસએન્ડપી ગ્લોબલ કોમોડીટી ઈન્સાઈટ એજન્સી ૨૦૨૧-૨૨નો બ્રાઝિલનો સોયાપાક ૧૨૭૦ લાખ ટન જ્યારે આર્જેન્ટિનાનો ૪૩૫ લાખ ટન મૂક્યો હતો. અમેરિકન કૃષિમંત્રાલય વધુમાં કહે છે કે બ્રાઝિલ અને પેરુગ્વેમાં ઉત્પાદન ઘટના અંદાજોને લીધે જાગતિક સોયાપાક ૩૧ લાખ ટન ઘટાડીને હવે ૩૫૦૭ લાખ ટન મુકાયો છે. ચીનની ૨૦૨૧-૨૨ની સોયાબીન માંગ અમેરિકન કૃષિમંત્રાલયે માર્ચ અનુમાન કરતાં ૩૦ લાખ ટન ઘટાડી ૯૧૦ લાખ ટન મૂકી છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











