Thursday, April 16, 2026
HomeGujaratદક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવમાં 250 થી 440 સુધીનો વધારો આપ્યો,...

દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવમાં 250 થી 440 સુધીનો વધારો આપ્યો, ખેડૂતોની આશા પર પાણી ફર્યુ

- Advertisement -

નવજીવન ન્યુઝ, સુરત: દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ગણાતી સહકારી સુગર મંડળીઓ એ ગત વર્ષ ની સરખામણી એ ખેડૂતોને શેરડીના ભાવમાં 250 થી 440 સુધીનો સાધારણ ભાવ વધારો આપી ખુશ કરવાની કોસીસ કરી છે. હાલ ખાંડ સાથે આડ પેદાસોની માંગ અને ભાવ ઊંચા હોવાથી શેરડીના ઊંચા ભાવ મળવાની ખેડૂતોને મોટી આશા હતી. દિવસે દિવસે શેરડીની ખેતીમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થવા છતાં ગત વર્ષ 2019-2020 માં સુગર મિલોએ આપેલા ભાવની સરખામણી સરેરાસ માત્ર 100 રૂપિયા જેટલો વધારો આપ્યો છે.



- Advertisement -

શેરડીનું સૌથી વધુ વાવેતર કરતાં દક્ષિણ ગુજરાતમાં જુદી જુદી 9 જેટલી સહકારી ધોરણે સુગર મંડળીઓ કાર્યરત છે. ખેડૂતોને શેરડીના પાકનો ઊંચો ભાવ મળી તેવા ખેડૂત લક્ષી અભિગમ સાથે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોએ 2021-2022 ના વર્ષ માટે શનિવારે શેરડીના ભાવો જાહેર કર્યા હતા. છેલ્લા 10 વર્ષ થી ખાંડ સાથે અન્ય આડપેડાસોની માંગ અને ભાવ નીચાં રહેવા સાથે જ અન્ય કુદરતી આફતોને લઈને શેરડીના ભાવમાં નીચે જવા પામ્યા છે. એક તરફ શેરડીના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યું છે ત્યારે તેની સરખામણીમાં શેરડીના ભાવમાં ઘટાડો થવાની બાબતે ખેડૂતોએ બે તરફી નુકસાની સહન કરવી પડે છે.

પાછલા વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે ખાંડ અને અન્ય આડપેદાસોની બજાર માંગ અને ભાવ ઊંચા રહેવાથી સુગર મિલોને સીધો મોટો ફાયદો હોવાથી ખેડૂતોએ ચાલુ વર્ષે શેરડીના ઊંચા ભાવ મળવાની આશાએ હતા. ત્યારે દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ ગત વર્ષની સરખામણી એ શેરડીના ભાવમાં 250 થી 440 સુધીનો સાધારણ વધારો આપી ખેડૂતોને ખુશ કરવાની કોસીસ કરી છે. સુગર મિલોએ આપેલા ભાવો પર એક નજર કરીએ તો દર વર્ષની માફક સૌથી વધુ ભાવ ગણદેવી સુગર 3361 અને સૌથી નીચો ભાવ કામરેજ સુગર 2727 જયારે અન્ય સુગર ફેક્ટરીઓએ સરેરાસ ભાવો આપી હાસકારો માની લીધો હતો.



- Advertisement -

જયારે જાગૃત ખેડૂતો અને કૃષિ નિશ્રાંતો ના અભ્યાસ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના ઉત્પાદન ખર્ચ સાથે અન્ય પ્રકારના ખેતી લક્ષી ખર્ચમાં નોધપાત્ર વધારો થવાની સરખામણી ગત વર્ષ 2019-2020 ના ભાવ થી ચાલુ વર્ષે શેરીના ભાવમાં માત્ર 100 રૂપિયા જેટલોજ વધારો આપી ખેડૂતોની મજાક કરવામાં આવી હોય તેવું ફલિત થાય છે. શેરડીના ઉત્પાદન ખર્ચ માં વધારો થવાની સરખામણી એ ખાંડની બજાર માંગ અને ભાવ ઊંચા જવાથી સુગર મિલોએ ખાંડની સ્ટોક વેલ્યુમાં 50 રૂપિયા નો વધારો કર્યો છે. ત્યારે આ તમામ બાબતો જોતાં ચાલુ વર્ષે શેરડીના નીચાં ભાવ પાડવામાં આવ્યા હોવાનું ખેડૂતોનું માનવું છે.

છેલ્લા વર્ષના ભાવ અને 2020-2021 ની સળખામણિ એ 2021-2022 નો ભાવ વધારો

2019-2020 2020-2021 2021-2022 વધારો

- Advertisement -

સાયણ 3081 2636 3031 395

બારડોલી 3152 2873 3203 330

કામરેજ 2776 2307 2727 420

મઢી 2961 2601 2850 249

મહુવા 2986 2611 2885 274

ચલથાણ 3056 2636 2906 270

ગણદેવી 3311 2921 3361 440

હાલની પરિસ્થિતી મુજબ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળ્યા છે

રાકેશ પટેલ, સાયણ સુગર ચેરમેન

પેટ્રોલ દિજલ એએનઇ ખાતર એનએ ભાવમાં વધારો ચાલે છે તેના સંદર્ભે તમામ સુગર મિલોએ ચાલુ વર્ષે શેરડીના પોષણક્ષમ ભાવ આપ્યા છે. એટલુજ નહિ પણ સાયણ સુગરની ગત વર્ષે ઊભી રહી ગયેલી શેરડીના પણ કપાત કરીને ભાવ ચુકવ્યા છે. ચાલુ વર્ષે 11 લાખથી વધુનું સાયણ સુગરમાં શેરડીનું ક્રસિંગ કરવા સાથે સારી રિકવરીએ શેરડીના ઊંચા ભાવ મળ્યા છે.



ધારણા કરતાં નીચા ભાવ, ખેડૂતો સાથે અન્યાય

એમ.એચ.એસ સેખ, જાગૃત ખેડૂત

છેલ્લા 10 વર્ષના શેરડીના ભાવનો અભ્યાસ કરતાં ઉત્પાદન ખર્ચ સાથે અન્ય ખર્ચાઓ માં પણ મોટો વધારો થયાનું નોધાયું છે. ઉત્પાદન ખર્ચ માં વધારો થવાની સાથે શેરડીના ભાવમાં પણ વધારો થવો જરૂરી છે ત્યારે ખર્ચના વધારાની સરખામણી એ શેરડીના ભાવો દર વર્ષે નીચા જવા એ ખેડૂતો સાથે અન્યાય કરવા જેવી બાબત છે. ચાલુ વર્ષે ખાંડ અને અન્ય આડ પેદાસો ની માંગ અને ભાવ ઊંચા રહેવા છતાં શેરડીના ભાવ નીચા રહેવા એ સાબિતી છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular