પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજયના ગૃહ વિભાગે આઈપીએસ અધિકારીની બદલીનો આદેશ આપતા અમરેલીના એસપી નીર્લીપ્ત રાયની બદલી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી તરીકે થતાં ઘણા આધિકારીઓના શ્વાસ બંધ થાય જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જે પોલીસ અધિકારીઓ પ્રમાણિકપણે કામ કરે છે, તેમને નીર્લીપ્ત રાયનો કોઈ ડર નથી પરંતુ જે પોલીસ અધિકારીઓ પોતાના તાબાના વિસ્તારમાં બે નંબરની પ્રવૃત્તીઓ તરફ આંખ આડા કાન કરે છે તેમના માટે હવે ખરાબ સમય શરૂ થઈ ગયો છે, પોલીસના પગાર ધોરણો સુધરવા જોઈએ તે મામલો ગુજરાત પોલીસના કેટલાંક જવાનો જાહેરમાં તો મોટો વર્ગ નોકરી જવાની ડરે ખાનગીમાં ગ્રેડ પે આંદોલનને પાછલા બારણે મદદ કરે છે, પરંતુ હવે આ જવાનો નીર્લીપ્ત રાયના મોનીટરીંગ સેલમાં આગમનને કારણે ખુશ છે તેમણે સોશીયલ મિડીયામાં પોતાના સિનિયર અધિકારીઓ અને વહીવટદારોની મઝાક શરૂ કરી છે.
સોશીયલ મીડિયામાં શરૂ થયેલી કોમેન્ટ પ્રમાણે નીર્લીપ્ત રાયના આગમનને કારણે વહીવટ કરતા વહિવટદારોએ પોતાનો સામાનને પેક કરી હવે વતન જતા રહેવાની શરૂઆત કરી છે, આ ઉપરાંત ટેન્ડર ભરી એલસીબી અને એસઓજીમાં આવેલા અધિકારી અને સ્ટાફ ઉપર સતત ધ્યાન રાખવા જો તેમનું ઓકસીઝન લેવલ ઘટતુ જણાય તો તરત તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવા વિનંતી છે.
રાય સાહેબના આગમને કારણે હવે પોલીસ ઈન્સપેકટર સહિતના અધિકારીઓને માત્ર પગાર ઉપર ઘર ચલાવવુ પડશે જેની તેમને આદત નથી એટલે હવે પોલીસ ઈન્સપેકટરો પણ ગ્રેડ પે આંદોલનમાં જોડાય તો નવાઈ નહીં








