Sunday, August 23, 2026
HomeGujaratAhmedabadઆટલુ જોરદાર કામ કોણે કર્યું..! એક વર્ષમાં જ વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા...

આટલુ જોરદાર કામ કોણે કર્યું..! એક વર્ષમાં જ વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા પડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં તંત્રની કામગીરીને લઈને સવાલો ઊભા થાય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે. હજી તો અમદાવાદમાં મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Train) શરૂ થયાને એક વર્ષ પણ થયું નથી, ત્યાં તો અમદાવાદ વાડજ મેટ્રો સ્ટેશનના (Vadaj Metro Station) પોપડા પડવા(Crusts fell) લાગ્યા છે. જેને લઈને લોકોમાં કુહલત સર્જાયું છે કે આટલું જોરદાર કામ કઈ કંપનીએ કર્યું હશે.

vadaj metro Station
vadaj metro Station

અમદાવાદમાં 30 સપ્ટેમ્બર, 2022ના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુરદર્શન મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને ફેઝ 1 મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી હતી. મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી તેને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં તો ઉત્તર-દક્ષિણ કોરિડોરના વાડજ સ્ટેશનની છત પરથી પોપડા પડ્યા હતા. એક વર્ષ પહેલા જ સ્ટેશનના પોપડા પડવા લાગતા મેટ્રોની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

- Advertisement -

વાડજ સ્ટેશનમાં છતના પોપડા પડ્યા હોવાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બાબતે મેટ્રો રેલના પીઆરઓ અંકુર પાઠકે જણાવ્યું હતું કે, “મેટ્રો સ્ટાફ દ્વારા મેઈન્ટન્સના ભાગ રૂપે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વાડજ મેટ્રો સ્ટેશનના છતના ભાગે ભેજ હોવાનું સામે આવ્યું હતું. જેથી મેટ્રો સ્ટાફ દ્વારા જ આ છત પરથી પોપડા નીચે પાડવામાં આવ્યા હતા. સાથે જ તૂટેલી છતનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં કોઈ પણ જાનહાની કે નુકશાન થઈ નથી.”

મેટ્રો દ્વારા ભલે સ્વબચાવ કરવામાં આવતા હોય, પરંતું મહિનાઓ પહેલા જ શરૂ થયેલી મેટ્રોના સ્ટેશનમાં આ પ્રકારની ઘટના ઘણી ગંભીર કહી શકાય છે. ત્યારે અહીં સવાલ થાય છે કે ચૂંટણી સમયે શહેરમાં મેટ્રો દોડાવાની ઉતાવળમાં મેટ્રોના બાધકામમાં બેદરકારી રાખવામાં આવી હતી?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular