નવજીવન ન્યૂઝ. દ્વારકાઃ devbhumi dwarka Accident : દેવભૂમી દ્વારકામાં કમકમાટી ભર્યા અકસ્માતનો (Road Accident) બનાવ સામે આવ્યો છે. જ્યાં એક ડઝન જેટલા પેસેન્જર લઈને જઈ રહેલી છકડો રિક્ષા નદીના પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતના બનાવમાં હાલ 3 લોકોના મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર જિલ્લાના જામજોધપુરના ધ્રાફા ગામથી બપોરના સમયે એક ડઝન જેટલા પેસેન્જરને લઈને નિકળેલી છકડો રિક્ષા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાળા ગામે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં રોજીવાળા પાસેની નદી પરના બ્રિજ પર છકડા ચાલકે છકડા પર કાબુ ગુમાવતા પુલની દીવાલ તોડીને છકડો પેસેન્જર લઈને નદીમાં પડ્યો હતો.
પુલ પરથી છકડો રિક્ષા 25 ફુટ નીચે નદીમાં પડતાં પેસેન્જરની ચીચીયારીઓ ગૂંજી ઊઠી હતી. આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા આ મામલાની જાણ 108ને કરતાં તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. આ બનાવ બનતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796