નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: સુરત સેશન્સ કોર્ટની (Surat Court) બહાર ગઇકાલે સુરજ યાદવ નામના વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા (stabbed to death)કરી દેવામાં આવી હતી. જે વ્યક્તિની હત્યા કરવામાં આવી તે વ્યક્તિ પોતે પણ હત્યાનો આરોપી હતો. સુરજ યાદવે (Suraj Yadav)જેની હત્યા કરી હતી તેના જ મિત્રોએ ગઇકાલે સુરત સેશન્સ કોર્ટ આગળ સુરજ યાદવને છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સૂરજની હત્યા કરવા વાળા બે આરોપીઓને સુરત પોલીસે (Surat Police) ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: ગૃહરાજ્ય મંત્રીના શહેરમાં કોર્ટની બહાર સરાજાહેર હત્યા, ખુન કા બદલા ખુનનું અનુમાન
ગતરોજ શુક્રવારે બપોરે બે વાગ્યાના અરસામાં સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલી સેન્શન કોર્ટમાં હત્યાના કેસમાં મુદ્દત ભરવા માટે સૂરજ યાદવ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઈક લઈને આવેલા બે જેટલા વ્યક્તિઓએ સૂરજ યાદવ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જ્યાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તે જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસ હાજર લોકો એમબ્યુલેન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત્યુ જાહેર કર્યો હતો. કોર્ટ બહાર જાહેરમાં હત્યાનો બનાવ બનતા ઉમરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે હત્યાના ગુનાને પગલે આસપાસના સીસીટીવી તપાસતા બે જેટલા વ્યક્તિઓ બાઈક લઈને આવ્યા અને યુવક પર ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા હતા. જે અધારે પોલીસે સીસીટીવી મદદથી કારણ રાજપૂત અને ધીરજ નામના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આઠ મહિના અગાઉ સૂરજ યાદવે સચિનના પાલીમાં રહેતા દુર્ગેશ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી હતી. જેને લઈ હત્યાના કેસમાં આરોપી સૂરજ યાદવ કોર્ટમાં મુદ્દત ભરવા આવ્યો હતો. તે દરમિયાન કરણ રાજપૂત અને ધિરાજે જાહેરમાં છરીના ઘા ઝીંકી સુરજ યાદવની હત્યા કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








