નવજીવન ન્યૂઝ સુરેન્દ્રનગર: Surendranagar News: રાજ્યમાં રખડતાં ઢોરનો (Stray Cattle) ત્રાસ એ હદે વધ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court)પણ આ મામલે તંત્રને ટકોર કરવી પડી હતી. જેના કારણે તંત્રએ મને-કમને કાર્યવાહીની શરૂઆત કરી છે પણ કેટલાક રાજનેતાઓ દ્વારા અને પશુપાલકો દ્વારા કાર્યવાહી માટે જતા કર્મચારીઓ પણ હુમલા કરી ભયનો માહોલ બનાવાઈ રહ્યો છે. રખડતાં ઢોરને કારણે રાજ્યમાં કેટલાય લોકો જીવ ગુમાવી ચૂક્યા છે કેટલાય કાયમી શારિરીક ખોટનો શિકાર બન્યા છે. એવામાં સુરેન્દ્રનગરના (Surendranagar) ટિંબલા ગામ ખાતે આખલાએ 6 વર્ષના ફૂલ જેવા બાળકનો જીવ (six-year-old child gored to death by bull) લીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે સુરેન્દ્રનગર સહિત રાજ્યના વિવિધ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. એવામાં લિંબડી તાલુકાના ટિંબલા ગામ ખાતે ગતરોજ બુધવારે 6 વર્ષના નિર્દોષ બાળકનો આખલાએ અડફેટ લેતા જીવ ગયો હતો. ટિંબલા ગામમાં આખલાઓ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું હતું દરમિયાન વિરાજ ભાવેશભાઈ મેટાળીયા નામનો 6 વર્ષનું બાળક શાળાએ જવા નિકળતું હતું. દરમિયાન આખલાએ વિરાજને અડફેટ લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિરાજને ઘાયલ થયેલો જોઈ આસપાસ રહેલા લોકો દોડી આવ્યા હતા અને તેના પરિવારને જાણ કરી હતી.
ઘાયલ વિરાજને પરિવારે તાત્કાલીક સારવાર માટે લિંબડીની હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિરાજના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. 6 વર્ષના ફૂલ જેવા વિરાજને આખલાના કારણે જીવ ગુમાવવો પડ્યો હોય ગ્રામજનો અને પરિવારજનોમાં ખુબ દુઃખની લાગણી જોવા મળી હતી. સાથે જ રખડતા ઢોર મામલે તંત્રની કહેવા પુરતી કામગીરી પર પણ સવાલ ઉઠ્યાં હતા.
વિરાજના મોતના કારણે ગ્રામજનો રોષે ભરાયા હતા અને નિંભર તંત્રને નિંદ્રામાંથી બહાર આવી કામગીરી કરવાનો અવાજ ઉઠ્યો હતો. મહત્વની વાત છે કે ટિંબલા ગામના કેટલાક લોકોનું કહેવું છે કે ગ્રામજનો દ્વારા ફાળો એક્ત્રિત કરી રખડતા આખલાને પાંજરાપોળ મુકવામાં આવ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં ગામની સ્થિતી અગાઉ જેવી જ થઈ ગઈ હતી અને આ સમસ્યાને ગ્રામજનોના માથાનો દુઃખાવો બની ગઈ છે. ત્યારે હવે ફૂલ જેવા બાળકે જીવ ગુમાવતા સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








