નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ગેંગસ્ટર દીપક ટીનુ રવિવારે વહેલી સવારે માણસા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. દીપક ટીનુ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સાથી છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં આરોપી દીપકની તપાસ થવાની હતી. તે જ સમયે આરોપીના ફરાર થયા બાદ એલર્ટ થયેલી પંજાબ પોલીસે રાજસ્થાન અને હરિયાણા સાથે જોડાયેલી સરહદને સીલ કરી દીધી છે.
ગેંગસ્ટર દીપક કુમાર ઉર્ફે ટીનુ હરિયાણાના ભિવાનીનો રહેવાસી છે. ટીનુના પિતા ચિત્રકાર છે. દીપક કુમાર ઉર્ફે ટીનુ વિરુદ્ધ હરિયાણા, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાના પ્રયાસ સહિત 35 થી વધુ કેસ નોંધાયેલા છે. તે 2017થી જેલમાં છે. તે છેલ્લા 11 વર્ષથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. તેણે ભિવાનીમાં બંટી માસ્ટરની હત્યા કરી, જ્યારે પંજાબમાં તેણે ગેંગસ્ટર લવી દેવડાને ગોળી મારી. દીપક બાદ તેનો નાનો ભાઈ ચિરાગ પણ ડ્રગ્સ સ્મગલિંગ અને કાર સ્નેચિંગના કેસમાં ઝડપાઈ ગયો છે.
સિદ્ધુ મુસેવાલાના મર્ડર કેસમાં પ્રોડક્શન વોરંટ પર પંજાબ લાવવામાં આવેલા લોરેન્સ બિશ્નોઈનો ખાસ દીપક કુમાર ઉર્ફે ટીનુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તેને પૂછપરછ માટે કપૂરથલા જેલથી માનસા લાવી હતી. સૂત્રોનું કહેવું છે કે ગઈકાલે રાત્રે તેણે પોલીસ સામે દાવો કર્યો હતો કે તે એવા સ્થળે દરોડા પાડી શકે છે જ્યાંથી હથિયારો મળી શકે છે. સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ ગેંગસ્ટર ટીનુ માનસા પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા બાદ સમગ્ર પંજાબમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
મુસેવાલા મર્ડર કેસમાં દીપક ટીનુએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે મુસેવાલાની હત્યાના બે દિવસ પહેલા તેની લોરેન્સ બિશ્નોઈ સાથે બોલાચાલી થઈ હતી. દીપક ટીનુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે હવે કોઈ પોલીસ અધિકારી બોલવા તૈયાર નથી. ખાનગી વાહનમાં દરોડા પાડીને શા માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે કોઈ ખુલાસો કરવા તૈયાર નથી.








