પ્રશાંત દયાળ.નવજીવન: ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી મળી આવેલા બીનવારસી શીવાંશના પાલક કોણ તે મુદ્દે ગાંધીનગર પોલીસ સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી, ખુદ ગૃહરાજય મંત્રી હર્ષ સંધવીએ પણ આ મામલે વ્યકિતગત રસ લીધો હતો, પણ અડતાલીસ કલાકની ગાંધીનગર પોલીસની મહેનત ફળદાઈ બની, અને શીવાંશના પિતા સચીન દિક્ષીતને ઝડપી લેવામાં આવ્યો હતો, જો કે સચીનની કબુલાત બાદ એક એવુ સત્ય બહાર આવ્યુ કે ખુદ પોલીસ અધિકારી માટે પણ અપેક્ષીત ન્હોતુ, શીવાંશને ગૌશાળામાં છોડી દેતા પહેલા સચીન દિક્ષીતે પોતાની પત્ની અને શીવાંશની માતા મહેંદીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાની ચૌકવાનારી કબુલાત કરી છે.
Advertisement
સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં શુક્રવારની રાતે એક બાળક રડવાનો અવાજ આવતા કોઈ બાળક હોવાનું ધ્યાન મંદિરના સંચાલકોએ તપાસ કરતા આશરે એક વર્ષનું બાળક મળી આવ્યુ હતું, આસપાસ તપાસ કરતા બાળકના માતા પિતાનો પત્તો ન્હોતો, આથી ગાંધીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી, સવાર સુધી આ વાત ગૃહરાજય મંત્રીના ધ્યાનમાં આવતા તેમણે રેંજ આઈજીપી અભય ચુડાસમા અને એસપી મયુર ચાવડાને કોઈ પણ કિમંતે બાળકના માતા પિતાને શોધી કાઢી બાળકને કેમ તરછોડી દેવામાં આવ્યુ તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, આ ઉપરાંત જરૂર પડે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ ગાંધીનગર પોલીસની મદદમાં જવાની સુચના આપી હતી.
પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી ત્યારે પોલીસને સીસી ટીવી ફુટેઝમાં એક સેન્ટ્રોકાર નજરે પડે છે તેમજ તે કારનો ચાલક જ બાળકને ગૌશાળામાં મુકવામાં આવ્યો હોવાનું નજરે પડે છે. આ ફુટેઝના આધારે ગાંધીનગર પોલીસે પોતાની તપાસ તેજ કરતા સેન્ટ્રો કારનો માલિક સચિન દિક્ષીત હોવાનું આરટીઓના રેકોર્ડ ઉપર સ્પષ્ટ થયુ હતું પોલીસે તેના સરનામે તપાસ કરતા તે તેના સરનામે મળી આવ્યો ન્હોતો, પરંતુ પોલીસને સચિનનો ફોન નંબર હાથ લાગ્યો હતો, ગાંધીનગર પોલીસની ટેકનીકલ ટીમ દ્વારા સચિનનો ફોન સર્વેલન્સમાં મુકતા તેની મુવમેન્ટ દિલ્હી હાઈવે તરફની હતી, આથી એસપી મયુર ચાવડાએ તુરત પોતાની ટીમો દિલ્હી તરફ રવાના કરી હતી અને અન્ય રાજયના પોલીસ અધિકારી સાથે સંપર્ક કરી તેમની મદદ માંગી હતી જેના કારણે સચિનને ગણતરીના કલાકમાં ઝડપી લેવામાં આવ્યો હતો.
Advertisement
સચિન ઝડપાઈ જતા પોલીસને મળેલા બાળકનું નામ શીવાંશ હોવાનું પહેલી વખત સ્પષ્ટ થયુ હતું. ગાંધીનગર લાવી સચિનની પુછપરછ કરતા ચૌકવનારી માહિતી બહાર આવી હતી કે સચિન અને મહેંદી વડોદરાના બાપોદમાં લગ્ન વગર સાથે રહેતા હતા, સચિન પરણિત હતો અને તેનો પરિવાર અમદાવાદ રહેતો હતો., લીવઈનમાં રહેતા સચિન અને મહેંદીના સંબંધને કારણે 2020માં શીવાંશનો જન્મ થયો હતો,. સચિન પરિણત છે તેવુ મહેંદી જાણતી હતી, સચિન પાંચ દિવસ મહેંદી પાસે રહેતો અને બે દિવસ પોતાના પરિવાર પાસે અમદાવાદ આવતો હતો, જો કે સચિન અમદાવાદ પોતાના પરિવાર પાસે આવે તે વાત મહેંદીને મંજુર ન્હોતી જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થતો હતો,.
મહેંદીનો આગ્રહ હતો કે સચિને તેની પત્ની છુટાછેડા આપી દેવા જોઈએ, સચિન તેના પરિવાર સાથે પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો, બે દિવસ પહેલા જયારે સચિને પોતે પરિવાર સાથે ઉત્તર પ્રદેશ જઈ રહ્યો છે તેવી વાત મહેંદીને કરતા બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ગુસ્સામાં આવી સચિને મહેંદીનું ગળુ દબાવી દેતા તેનો શ્વાસ રુંધાઈ જવાને કારણે તેનું મોત નિપજયુ હતું, ગુસ્સામાં બનેલી ઘટના પછી સચિન ધબરાઈ ગયો હતો, તત્કાલ તેણે ઘરમાં રહેલી એક મોટી બેગમાં મહેંદીનો મૃતદેહ પેક કરી બેગને ઘરના રસોડામાં મુકી દીધી હતા, જો કે આ વખતે ત્યાં હાજર એક વર્ષનો શીવાંશ કઈ સમજી શકે તેવી સ્થિતિમાં ન્હોતો,
Advertisement
મહેંદીની લાશ પેક કર્યા પછી હવે ઘરમાં એકલો શીવાંશ હતો, એટલે સચિન તેને પોતાની કારમાં લઈ અમદાવાદ આવવા નિકળ્યો, પરંતુ સચિનની પત્ની મહેંદી અને તેના દ્વારા થયેલા શીવાંશ અંગે અજાણ હતી એટલે પ્રશ્ન હતો કે શીવાંશને શુ કરવુ એક પિતા તરીકે સચિન તેને પ્રેમ કરતો હતો પણ પોતાની પત્નીને શુ જવાબ આપશે તેવો ડર હોવાને કારણે તેણે શીવાંશને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો તે અગાઉ પેથાપુર ગૌશાળામાં આવ્યો હતો જેના કારણે તેને લાગ્યુ કે આ સ્થળે શીવાંશને તે છોડી દેશો તો કોઈને કોઈ તેની સંભાળ રાખશે આથી તે શીવાંશને ત્યાં છોડી પોતાના ઘરે ગયો અને પરિવારને લઈ ઉત્તર પ્રદેશ જવા નિકળી ગયો હતો પણ આખરે તે પકડાઈ ગયો, કમનસીબી એવી છે કે શીવાંશની મા મહેંદી રહી નથી અને પિતા સચિન જેલમાં જશે, આમ શીવાંશ અનાથ થઈ ગયો છે હાલમાં પોલીસે કાયદાકીય પ્રક્રિયા પુરી થાય ત્યાં સુુધી શીવાંશને શીશુગૃહમાં મોકલી આપવાનો નિર્ણય. કર્યો છે.
ગાંધીનગર પોલીસે આ મામલે વડોદરા પોલીસને જાણ કરી મહેંદીનો મૃતદેહ કબજે કરવા જણાવ્યુ છે આમ સચિન સામે હત્યાનો ગુનો પણ નોંધાશે
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.
Advertisement