Saturday, June 3, 2023
HomeGujaratપાવાગઢ : લાખોની ભીડ વચ્ચે એક વૃધ્ધા અટવાઈ હતી, શરીર અશકત હતું,...

પાવાગઢ : લાખોની ભીડ વચ્ચે એક વૃધ્ધા અટવાઈ હતી, શરીર અશકત હતું, પગથીયા ચઢી શકતી ન્હોતી, એક મુસ્લિમ કોન્સટેબલ અને તેના સાથીએ માંને ઉચકી પાવાગઢ ચઢયા જુઓ વિડીયો

- Advertisement -

પ્રશાંત દયાળ,નવજીવન: અંબાજી અને પાવાગઢ જેવા તીર્થસ્થાનમાં લાખો લોકો નવરાત્રીના તહેવારમાં માતાના દર્શન માટે ઉમટી પડે છે, આપણને તીર્થસ્થાનમાં બેઠેલી માતાજીની દર્શનની અભિલાષા હોય છે, પરંતુ આપણી આસપાસ જ સાશ્ચાત માતાના સ્વરૂપમાં મા હોય છે પણ આપણુ ધ્યાન તેની તરફ જતુ નથી, વડોદરા પાસે આવેલા પાવાગઢમાં પહેલા નોરતામાં આવુ જ કઈક બન્યુ, લાખોની ભીડને નિયંત્રીત કરવા ફરજ ઉપર રહેલા એક મુસ્લિમ કોન્સટેબલ અને એસઆરપી જવાનની નજર એક અશકત વૃધ્ધા તરફ ગઈ, આ વૃધ્ધા પાવાવાળીનું દર્શન કરવા મધ્યપ્રદેશથી આવી હતી, પણ તેની શારિરીક સ્થિતિ વર્ણવી રહી હતી કે પાવાગઢના ચારસો પગથીયા તે ચઢી શકે તેમ નથી, કલાકો સુધી પાવાગઢના માંચી સુધી બેસી રહેલી આ વૃધ્ધાને આખરે ઉચકી બે કોન્સટેબલ મંદિર સુધી લઈ ગયા અને માતાના દર્શન કરાવ્યા હતા.

Advertisement

- Advertisement -
નવરાત્રી દરમિયાન લાખો લોકો પાવાગઢના દર્શન માટે આવતા હોવાથી પંચમહાલ પોલીસ દ્વારા 800 કરતા વધુ જવાનોને પોલીસ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે, નવ દિવસ દરમિયાન લાખો દર્શનાર્થીઓ આવે છે, માંચી ઉપર બંદોબસ્તમાં રહેલા હાલોલ પોલીસ સ્ટેશનના કોન્સટેબલ રીયાઝ ભારખાણી અને એસઆરપીના જવાન રિતેશ પટેલના ધ્યાનમાં આવ્યુ કે કયારથી એક વૃધ્ધા માંચીમાં બેસી રહ્યા છે, આમ લાંબો સમયથી એકલી આ વૃધ્ધા કેમ બેઠી હશે તેવા પ્રશ્ન સાથે રીયાઝ અને રિતેશે વૃધ્ધા પાસે જઈ પુછતાં જાણવા મળ્યુ કે નવરાત્રી હોવાને કારણે તેમને માતાના દર્શન કરવા હતા, પણ મધ્યપ્રદેશના વતની વૃધ્ધાના દિકરાઓ પાસે સમય ન્હોતો આથી તેમણે પાવાગઢ આવવાની ના પાડતા વૃધ્ધા એકલી પાવાગઢ સુધી પહોંચી હતી.

પરંતુ હવે મંદિર સુધી જવાના 400 પગથીયા ચઢવાના હતા, 80 વર્ષની વૃધ્ધા એટલી અશકત હતી કે તે એકલી પગથીયા ચઢી શકે તેમ ન્હોતી, પોલીસ જવાનોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે પગથીયા ચઢી શકશો નહીં એટલે અહિયાથી જ દર્શન કરી પાછા ફરો, પણ માતાજીની જીદ્દ હતી કે જયાં સુધી તે મંદિરમાં જઈ દર્શન કરશે નહીં ત્યાં સુધી પોતાના ઘરે જશે, આખરે થાકીને પોલીસે વૃધ્ધાને સમજાવવાનું છોડી પોતાના બંદોબસ્તમાં જોતરાઈ ગયા, પણ કલાકો આગળ વધતા ગયા, વૃધ્ધા ત્યાંથી હલવાનું નામ લેતા ન્હોતા, કોન્સટેબલ રીયાઝ અને રીતેશને વિચાર આવ્યો તે તેઓ આ વૃધ્ધ માને ઉચકી પાવાગઢ ચઢી જશે અને માને દર્શન કરવાશે, પણ સમસ્યા એવી હતી કે રીયાઝ અને રીતેશ પોઈન્ટ છોડી જઈ શકે તેમ ન્હોતા.

Advertisement
આ બંન્ને કોન્સટેબલ રીયાઝ અને રીતેશે પોતાના ઉપરી અધિકારીને આખી સ્થિતિ સમજાવી અને થોડોક સમય પોઈન્ટ છોડવાની મંજુરી માંગી, અધિકારી પણ ઉમદા હતા તેમણે મંજુરી આપી અને રીયાઝ અને રીતેશ માતાને વારાફરતી ઉચકી છેક પાવાગઢવાળી પાસે માને લઈઈ ગયા અને માતાના દર્શન કરાવ્યા મને લાગે છે રીયાઝને મક્કા જવા જેટલુ અને રીતેશને અષ્ટ લક્ષ્મીના દર્શનનું પુણ્ય મળ્યુ હશે, જુઓ વિડીયો

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

Advertisementસાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

AdvertisementFollow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular