નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) થોડા દિવસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) બે દર્દીઓ મૃત્યુ થયા હતા. જે દર્દીઓના મૃત્યુ થયા હતા, તેમના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, તેમની જાણ બહાર જ એન્જીયોપ્લાસ્ટી કરીને હૃદયમાં સ્ટેન્ડ મુકવામાં આવ્યું હતું. આ ઘટના સર્જાયા બાદ આ હોસ્પિટલના એક બાદ એક કૌભાંડો બહાર આવ્યા હતા. ત્યારે આજે અમદવાદની ખ્યાતિકાંડનો મુદ્દો દિલ્હીની સંસદ સુધી પહોંચ્યો છે. આજે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવીને સરકાર પર પ્રહાર કર્યા હતા.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે ફ્રી મેડીકલ કેમ્પના નામે દર્દીઓને મોતના ઘાટ ઉતારવાનો કારસો ઘડી PMJAY યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી નાખી હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે આ મુદ્દો સંસદ સુધી પહોંચ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શકતિસંહ ગોહીલે અમદવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો અને આ મામલે CBIને તપાસ સોંપવા માગ કરી છે.
શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, “અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જાણી જોઈને ષડયંત્ર રચી કડીના એક ગામમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજીને ગામના ભોળા અને ગરીબ દર્દીઓને જરૂર ન હોવા છતાં ખ્યાતિ હોસ્પિટલ સુધી લાવીને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી. બાદમાં PMJAY યોજના હેઠળ પૈસા પડાવી લેવામાં આવતાં હતા. જેમાં બે નિર્દોષ દર્દીઓએ જીવ પણ ગુમાવ્યો હતો.”
શક્તિસિંહ ગોહિલે PMJAY યોજનાનો દુરુપયોગ કરી રચેલા ષડયંત્રને વખોડતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં ભોળા દર્દીઓને ફોસલાવીને પૈસા પડાવવાનું ષડયંત્ર રચી ગરીબોના જીવ સાથે મોતના ખેલ આ હોસ્પિટલ કરતી હતી. આ બાબતની પુષ્ટી ગુજરાત રાજ્ય સરકારે રચેલી કમિટીએ પણ સ્વીકારી છે.” શક્તિસિંહ ગોહિલે અનુરોધ કરતાં જણાવ્યું છે કે, “આવું જ કાવતરું બીજી જગ્યાએ પણ ચાલતું હશે, તેને રોકવા માટે અને ગરીબ લોકોના જીવ સાથે રમત ન રમાય તેના માટે CBI દ્વારા તપાસ કરવામાં આવે.”
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796