નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં ભર બપોરે ધસી આવેલા ચાર અજાણ્યા શખસોએ લાખો રૂપિયાની લૂંટ (Robbery at State Bank of India Surat) ચલાવી છે. હથિયાર સાથે આવેલા શખસોએ બેંક કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ જેટલી રોકડ લૂંટી લઈને ફરાર થઈ ગયા છે. લૂંટારૂઓને ઝડપી લેવા સુરત શહેર પોલીસે નાકાબંધી (Surat police blockade the city) કરી છે.

SBI Robbery ના સમાચાર મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) અને એસઓજીની ટીમ પણ સ્થળ પર ધસી આવી હતી. ફરાર લૂંટારૂઓને ઝડપી લેવા માટે બેંક તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવી લઈ ક્રાઈમ બ્રાંચની જુદીજુદી ટીમોએ આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કરી દીધા છે.










