નવજીવન ન્યૂઝ. પંચમહાલ: સરકારી કચેરીમાં તમારે કઈ કામ કરાવવું હોય અને લાંચ આપ્યા વગર તે કામ પૂર્ણ થાય એવું આજના સમયમાં લગભગ અશક્ય છે. ત્યારે આવી જ રીતે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં સરકારી પડતર જમીનને ખેતી માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવા નાયબ મામલતદારે 1 લાખ રૂપિયાની લાંચ (Bribe) માગી હતી. જેમાં હવે નાયબ મામલતદારને (Deputy Mamlatdar) જેલ જવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે ફરિયાદી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, થોડા દિવસ પહેલા ફરિયાદી દ્વારા મામલતદાર કચેરીએ સરકારી પડતર જમીન પર ખેતી કરવા માટે અરજી કરી હતી. જેમાં મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રાકેશ સુથારીયાએ ફરિયાદીને ખેતી માટે મંજૂરી આપીશું. પણ બદલામાં એક લાખ રૂપિયા આપવા પડશે, તેવું કહી લાંચની માગણી કરી હતી. આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે, હપ્તાથી પૈસા આપશે તો પણ ચાલશે. જોકે ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હતા, જેથી તેમણે આ મામલે પંચમહાલ ACBને સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ACBના પોલીસ ઈન્સ્પેકટર આર. બી. પ્રજાપતિએ લાંચિયા અધિકારીને પકડવા માટે છટંકુ ગોહવ્યું હતું.
એ.સી.બી.ના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલી ફરિયાદના આધારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર રાકેશકુમાર કશનાભાઈ સુથારીયા રૂ।.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption
— ACB Gujarat (@ACBGujarat) December 3, 2024
જેમાં આરોપીએ ફરિયાદીને લાંચની રકમ લઈને સર્કલ ઓફિસરની ચેમ્બરમાં બોલાવ્યા હતા. જ્યાં ACBની ટીમે લાંચની રકમ પેટે 10000 રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા આરોપી નાયબ મામલતદાર રાકેશ સુથારીયાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે ACBએ નાયબ મામલતદાર રાકેશ સુથારીયા સામે ગુનો નોંધી કાયદેસરાની કાર્યવાહી હાથધરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796