Monday, January 20, 2025
HomeGujaratકડીના 20 કરોડ રુ.ના કૌભાંડમાં શિક્ષક દંપતિને કોના આર્શિવાદ ?: એકના ડબલની...

કડીના 20 કરોડ રુ.ના કૌભાંડમાં શિક્ષક દંપતિને કોના આર્શિવાદ ?: એકના ડબલની યોજના

- Advertisement -

તોફિક ધાંચી(નવજીવન ન્યૂઝ,કડી): ગુજરાતમાં હાલ અનેક પ્રકારના કૌભાંડોની (Scam) બોલબાલા દેખાઈ રહી છે. એકના ડબલ, ઉંચુ વ્યાજ, સહીત અનેક પ્રકારની સ્કીમોની લોભ લાલચ આપી આવા લેભાગુ લાકો ન માત્ર સામાન્ય વ્યકિત જ નહીં પણ સરકારી અધિકારી કે કર્મચારીને પણ શિકાર બનાવી લેતા હોય છે. કડીમાં (Kadi) પણ એક શિક્ષક દંપતિ જે દેત્રોજની શોભાસણની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, તેણે અનેક લોકોને એક વર્ષમાં ડબલ રુપિયા કરી આપવાની લાલચ આપી રુ. 20 કરોડ સેરવી લીધા હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. ફરીયાદ દાખલ થાય તે પહેલા જ આ દંપતિ સહીત ત્રણ આરોપી પોતાનું મકાન બંધ કરી ભાગી છુટતા હાલ પોલીસે (Kadi Police) શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણા (Mehsana) જીલ્લામાં હાલ અનેક પ્રકારની છેતરપિંડી આચરનારા તત્વો સક્રિય બન્યા છે. તેમાં ક્યારેક ઊંચા વ્યાજની તો ક્યારેક એકના ડબલ રુપિયા કરી આપવાની લાલચ આપી નાગરિકોને ફસાવવામાં આવતા હોય છે. ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શિક્ષક દંપતીએ લાલચ આપી લોકોના નાણા ઓળવી ઓડકાર ખાઈ લીધો છે. અને ભાંડો ફૂટતા આરોપી શિક્ષક કનૈયાલાલ મણીલાલ પટેલ અને તેમના પત્ની સુધાબેન પટેલ તેમજ તેમના બનેવી સાંકા પટેલ હવે પોલીસની પકડથી દૂર ફરાર થઈ ભાગી રહ્યા છે.

- Advertisement -

આ કેસના આરોપીની મોડસ ઓપરેન્ડી કંઈક એ પ્રકારની હતી કે તે, પોતાના ઘર નજીક ધરતી સિટીની બહાર એક ઓફિસ ખોલી વેપાર ચાલુ કરી બેઠા હતા.જેમાં તે લોકોને રોકાણ કરાવડાવી એકના ડબલ રુપિયા કરી આપવાની લાલચ આપતા હતા. બાદમાં તે આ રકમ જમીન, અને મિલકતોમાં રોકાણ કરવાનું છે તેમ કહી લોકોને જાળમાં ફસાવી પૈસા ચાંઉ કરી જતા હતા. આમ હવે આ મામલે પોલીસ ફરિયાદ મળતા ગુનો નોંધી તપાસ હાથ ધરતા આશંકા સેવાઈ રહી છે કે ઉચાપતની રકમનો આંકડો કરોડો રુપિયાને પાર કરી જઈ શકે છે.

આ મામલે એલ.સી.બી. પી.આઈ. જીતેન્દ્ર સોલંકી જણાવે છે કે, કડી પોલીસ મથકમાં 15 દિવસ પહેલા હાર્દિક પટેલે ફરિયાદ કરતા આ કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મળતા જ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે પરંતુ હાલ સુધી આરોપીઓ ફરાર છે. ઉપરાંત કેટલાક અન્ય લોકોના નિવેદન નોંધી આ મામલાનો તાગ મેળવવાની કોશીશ પણ પોલીસ કરી રહી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular