Friday, September 22, 2023
HomeGujaratVadodaraચોરને અટકાવવા જતા યુવાને જીવ ગુમાવ્યો, વડોદરા પોલીસે ઝડપી લીધો હત્યારો

ચોરને અટકાવવા જતા યુવાને જીવ ગુમાવ્યો, વડોદરા પોલીસે ઝડપી લીધો હત્યારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News: ચોરી કરવા આવેલા ચોરને અટકાવવા જતા એક યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. રાત્રિના સમયે પાનનો ગલ્લો તોડવા આવેલા ચોરને સિક્યુરિટી ગાર્ડ (security guard) સુરેશ ભરવાડ નામના યુવકે રોકવાનો પ્રયાસ કર્યો હતો. ચોરને રોકવા ગયેલા સુરેશને પ્રતિકાર કરતા છરીના ઘા મારી મોતને (stabbed to death) ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે (Vadodara Police) ગુનો નોંધી હત્યારા ચોરની ધરપકડ કરી લીધી છે.

વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી જય અંબે નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ સુરેશ હરીભાઈ ભરવાડની હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જેમાં હત્યારો ચોર ચોરીના ઈરાદે ટ્રાન્સપોર્ટ કંપની સામેની તરફ આવેલા પાનના ગલ્લાને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાબતે સુરેશનું ધ્યાન જતા તેને ચોરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત્રે ચોરને અટકાવવા ગયેલા સુરેશનો પ્રતિકાર કરતા ચોરે છરીના ઘા મારી દેતા સુરેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે પાનના ગલ્લાના માલિકને જાણ થતા તુરંત જ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સુરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડી ગયા હતા.

- Advertisement -

108 મારફતે સુરેશને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોકટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મામલાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્યારે આજરોજ વડોદરા શહેર ઝોન 4ના ડી.સી.પી. પન્ના મોમાયા દ્વારા પત્રકાર પરિષદ બોલાવી હત્યાનો આરોપી ઝડપાઈ ગયાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે મીડિયાને માહિતી આપી હતી કે, આરોપી આરીફ ગનીમીયા શેખ ચપ્ચુ સાથે રાત્રીના સમયે ચોરીના ઈરાદે પાનનો ગલ્લો તોડવા પહોંચ્યો હતો. જ્યાં આરોપીની ઝડપ સીક્યુરિટી ગાર્ડ સુરેશ ભરવાડ સાથે થઈ હતી. દરમિયાન આરોપી આરીફે છરીના ઘા મારી સુરેશને ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. આરોપી આરીફ આ ઘટનાને અંજામ આપી બાઈક સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હોય પોલીસે અલગ-અલગ ટીમની રચના કરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં આરોપી આરીફ ઝડપાઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હત્યાનો આરોપી આરીફ અગાઉ સાત વખત પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મરણજનાર સુરેશના લગ્ન ટૂંક જ સમયમાં થવાના હતા. તે પહેલા જ ચોરને અટકાવવા જતા સુરેશે જીવ ગુમાવી દીધો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular