નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરા થતાં જ કોંગ્રેસે ફરી એકવાર લોકોના પ્રશ્નોને લઈને સરકાર સામે આક્ષેપો કરી છે. તેવામાં આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ ગુજરાતમાં વાંરવાંર પેપરલીક થવાની ઘટનાને લઈને સરકાર પર પ્રહાક કર્યા છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક મામલે તેમણે કુલપતિનું રાજીનામું માગ્યું છે.
ગુજરાતમાં અલગ અલગ રાજકીય પક્ષો લોકો સંપર્ક કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. તેમજ બંધ બારણે ચોકઢા ગોઢવી વ્યૂહરચના ઘડી રહ્યા છે. તેવામાં વિક્ષપ સરકાર સામે અનેક આક્ષપ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું 24 દિવસ અગાઉ થયેલ પેપર લીક કાંડનું ભૂત ભરી ધુણ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતે NUSI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ પત્રકાર પરિષદ આયોજીત કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ વારંવાર સામે આવે છે, છેલ્લા સાત વર્ષમાં 22થી વધારે પેપર લીકની ઘટના સામે આવી છે.
વધુમાં જણાવ્યું કે, હવે તો સ્કૂલો અને યુનિવર્સીટીજેવી શૈક્ષણિક જેવી સંસ્થામાં પેપર લીકની વાતો સામે આવી રહી છે. ભાજપ સરકાર કોઈ ઠોસ પગલાં લીધા નથી અને ખાલી વાતો કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની 24 દિવસ અગાઉ થયેલ પેપર લીક મામલે આક્ષેપ કરતા કહ્યું કે આટલો સમય થયો હોવા છતાં હજી સુધી કોઈ જ તપાસ થઇ નથી અને કોઈ ગુનેગારો પકડાયા નથી. આ યુનિવર્સીટીમાં કુલપતિ અને ભાજપનાં સિન્ડિકેટનાં આંતરિક ઝગડાનાં કારણે પેપર લીક થાય છે. સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં 61000 વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા જેમાં મીડિયાનાં લોકોએ પોલીસનું રાત્રે ધ્યાન દોર્યું હતું બાદમાં પોલીસે કુલપતિને બોલાવી ખરાઈ કરાવતા જે પરીક્ષા સવારે લેવાની હતી તે જ પેપર હતું તેની ખાત્રી થઇ હતી. કોંગ્રેસ આ ઘટનાની તપાસ તટસ્થ તપાસ થાય તેની માંગણી કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કુલપતિનાં રાજીનામાંની માંગ કરી.








