Ahmedabad Crime Branch arrests heretic for cheating widows : મેટ્રિમોનિયલ વેબસાઈટ પર ખોટી પ્રોફાઈલ બનાવીને વિધવા મહિલાઓ તેમજ યુવતીઓને જાળમાં ફસાવીને શોષણ કરનારા કરીમ સિપાઈ ઉર્ફે કરીમ રાઠોડ ઉર્ફે આદીત્ય પટેલ નામના શખસને અમદાવાદ પોલીસે પકડ્યો (Accused of exploiting women arrested) છે. મહેસાણાના કડી ખાતે રહેતો કરીમ રફીકભાઈ સિપાઈ નામનો યુવાન આદીત્ય પટેલ બનીને મહિલાઓને ખોટા દસ્તાવેજો બતાવી તેમજ ઓળખ આપીને છેતરતો હતો. આ મામલે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન (West Mahila Police Station) ખાતે કરીમ સિપાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મહેસાણાના કડી ખાતે રહેતો કરીમ રફીકભાઈ સિપાઈ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર આદીત્ય ચીમનભાઈ પટેલ (Karim Rafiq Sipai alias Aditya C Patel) ના નામની પ્રોફાઈલ બનાવીને વિધવા સહિતની મહિલા-યુવતીઓને ફસાવતો હતો. કરીમ સિપાઈ છેતરપિંડી આચરવા માટે આધારકાર્ડથી લઈને પાસપોર્ટ સુધીના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ચૂક્યો છે. કરીમ ઉર્ફે આદીત્ય વિધવા મહિલાઓને પોતે વિધુર હોવાનું કહીને પોતાની જાળમાં ફસાવતો હતો. કરીમ ઉર્ફે આદીત્યની જાળમાં અનેક મહિલાઓ તેમજ યુવતીઓ ફસાઈ ચૂકી છે. પશ્ચિમ અમદાવાદમાં રહેતી એક મહિલાના સંપર્કમાં આવેલા આદીત્ય પટેલ નામના શખસ સાથે વાતચીત દરમિયાન કોલર આઈડી એપ્લિકેશનમાં શંકાસ્પદ નામ સ્ક્રીન પર દેખાતા તેના દ્વારા અપાયેલા સરનામાની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો હતો.
બીજી તરફ કરીમ સિપાઈ ઉર્ફે આદીત્ય પટેલની કરતૂતો બજરંગ દળે ઉઘાડી પાડી હોવાનો તેમજ આરોપીને પોલીસ હવાલે કર્યો હોવાનો દાવો (Bajrang Dal claims) કર્યો છે. સાથે જ કરીમ સિપાઈના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા અસંખ્ય વાંધાજનક ફોટો તેમજ વીડિયો પણ સંગઠને જાહેર કરી દીધા છે.








