Wednesday, June 17, 2026
HomeGujaratGandhinagarમનસુખ વસાવા ભાજપના લોકો પર ભડક્યા, "ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને ઉઘાડા પાડીશ"

મનસુખ વસાવા ભાજપના લોકો પર ભડક્યા, “ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને ઉઘાડા પાડીશ”

- Advertisement -

Mansukh Vasava lashed out at BJP people : ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava MP BJP) સતત વિવાદોમાં રહે છે. તાજેતરમાં મહુડાના દારૂને લઈને વિવાદમાં આવેલા મનસુખ વસાવા ભાજપના લોકો પર બરાબરના વિફર્યા છે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી એક મહત્વની બેઠકમાં સાંસદે કાર્યકરો અને હોદ્દેદારોનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી કે અન્ય કાર્યોમાં વિરોધ પક્ષ કરતા આપણા ભાજપના લોકો જ આપણને વધુ નડે છે. વસાવાએ વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓનો મુદ્દો ઉઠાવી દૂષણ પાછળ પોતાની જ પાર્ટીના લોકોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો.

વધુમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે, પોતાની પાર્ટીના કેટલાંક લોકો તરફથી પૂરતો સહકાર મળતો નથી તેમ કહી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે ચેતવણીના સ્વરમાં જણાવ્યું કે, તેઓ પાર્ટી કે પોતાના હોદ્દાની સહેજ પણ પરવા કર્યા વિના યોગ્ય સમય આવશે ત્યારે આવા લોકોને પ્રજા સામે ખુલ્લા પાડશે. ભાજપના કેટલાંક સ્થાનિક આગેવાનો બનીને ફરતા લોકો જ દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓને છાવરે છે. મનસુખભાઈએ મંચ પરથી ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી દિવસોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એવા તમામ લોકો પછી ભલે તે આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ (Congress) કે ખુદ BJP ના કેમ ન હોય તેમને હું પોતે જાહેરસભા યોજીને પ્રજાની વચ્ચે બેનકાબ કરીશ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular