Tuesday, May 5, 2026
HomeGujaratઅમદાવાદઃ અમુલ દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર ટ્રક મુકીને ભાગ્યા

અમદાવાદઃ અમુલ દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર ટ્રક મુકીને ભાગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણી દરમિયાન મતદારોની રીજવવા દારૂની રેલમછેલ ન થાય તે માટે ચૂંટણી પંચ અને રાજ્યની પોલીસ બાજ નજર રાખીને બેઠી છે. તેમ છતાં અવનવા કિમીયા કરી રાજ્યમાં દારૂ ધુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં દૂધના વાહનમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં રાજ્યની સરહદો પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત શરૂ થયું છે. તેવામાં દારૂની હેરાફેરી ડામવા વિવિધ શહેરોની પોલીસ પણ સક્રિય થઈ છે. અમદાવાદના ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈએ ગેરકાયેદ પ્રવૃતિ ડામવા સુચના આપી હતી. દરમિયાન પીએસઆઈ એ.બી.ગંઘા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને માહિતી મળી હતી કે વસ્ત્રાલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ દૂધના ટ્રકમાં દારૂની હેરાફેરી થવાની છે.

- Advertisement -

પોલીસને માહિતી મળતા પીએસઆઈ સહિતની ટીમ અમુલ દૂધના ટ્રકની વોચમાં ગોઠવાય ગઈ હતી. જોકે દૂધ વાહનના ચાલકને પોલીસની ભાળ થઈ જતાં ટ્રકને સ્પીડમાં રોડ પર દોડાવી હતી અને પોલીસથી દૂર દૂધનું વાહન મુકીને ટ્રક ડ્રાઈવર અને ક્લિનર ભાગી ગયા હતા.

પોલીસે દૂધના વાહનની તલાસી લેતા તેમાંથી ડેરી પ્રોડક્ટ સિવાય અન્ય કોઈ વસ્તુ મળી ન હતી. આખરે પોલીસ સઘન તપાસ કરતાં એક ગુપ્ત ખાનુ મળી આવ્યું હતું. જેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બિયરનો 10.29 લાખનો જથ્થો દૂધના વાહનમાંથી મળી આવ્યો હતો.

પોલીસે કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દૂધના વાહન ચાલકની તાપસ શરૂ કરી છે. આમ બુટલેગર દ્વારા દૂધના વાહનમાં દારૂની હેરાફેરીના પ્લાન પર પોલીસે પાણી ફેરવી દીધુ હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular