Saturday, June 3, 2023
HomeGujaratગુજરાતમાં આ IAS અધિકારીને રોલા કરવા ભારે પડ્યા, સુવિધા સાથે જવાબદારી પણ...

ગુજરાતમાં આ IAS અધિકારીને રોલા કરવા ભારે પડ્યા, સુવિધા સાથે જવાબદારી પણ છીનવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચૂંટણીનો (Gujarat Election 2022) રંગ જામ્યો છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા એક IAS અધિકારી વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. IAS અધિકારીને ચૂંટણી દરમિયાન મળેલી જવાબદારી અને સુવિધાનું સોશિયલ મીડિયા (Social Media Fame)માં શો ઓફ કરવાનું તેમને ભારે પડ્યું છે. અગાપ સરકારી અધિકારી (Election Officer) અને કર્મચારીઓને સોશિયલ મીડિયામાં પ્રસીધ્ધી મેળવવા જતાં ઘર ભેગા થવાના વારા આવ્યા હતા. જોકે એક IAS કક્ષાના અધિકારી સામે પગલા લેવાતા ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Vidhansabha Election) માટે ઈલેક્શન કમિશને બાપુનગર અને અસારવા વિધાનસભા બેઠક માટે ઉત્તર પ્રદેશ કેડરના વર્ષ 2011 બેચના IAS અધિકારી અભિષેક સિંઘને જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા હતા. આ અધિકારીને મળેલી જવાબારી અને સુવિધાના ફોટોસ સોશિયલ મીડિયામાં શેર કરીને રોલા સોલા મારી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના આ હરકતના કારણે ચૂંટણી પંચ નારાજ થયું અને તાત્કાલીક અધિકારી સામે પગલા લીધા હતા. અધિકારી પાસેથી ચૂંટણીની જવાબદારી પાછી લઈને તુરંત ચૂંટણી ક્ષેત્ર છોડીને પોતાના નોડલ અધિકારીને રિપોર્ટ કરવાનો આદેશ ચૂંટણી પંચે કર્યો છે.

- Advertisement -

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અધિકારીએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટની ગંભીર રીતે નોંધ લીધી છે. જેના કારણે અધિકારીને જનરલ ઓબ્ઝર્વરની ફરજોમાંથી આગામી આદેશ સુધી ચૂંટણી તમામ ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે. ઉપરાંત અધિકારીને તાત્કાલિક મતવિસ્તાર છોડવા પણ આદેશ આપવામાં આવ્યો છે. IAS અભિષેક સિંહની જગ્યાએ IAS ક્રિષ્ન બાજપાઈની નિમણુક કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular